તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રાજકોટમાં વધુ 141 કોરોનાગ્રસ્ત, શાકભાજીના 3 વેપારી પોઝિટિવ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ફરી 150 પર આવીને અટકી રહી છે. ગુરુવારે નવા 141 કેસ સાથે કુલ કેસ 16672 થયા છે. રાજકોટમાં બે દિવસ સુધી રોજના 10 મોત બાદ ગુરુવારે સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 6નાં મોત નોંધાયા છે. મનપાની આરોગ્ય શાખાએ સુપર સ્પ્રેડરને શોધીને ચેપ અટકાવવાના ભાગરૂપે ફેરિયાઓ અને વધુ લોકો આવતા હોય તેવા ધંધાર્થીઓના સ્ક્રીનિંગ શરૂ કર્યા છે. ગુરુવારે ચંદ્રેશનગર, એસ. કે. ચોક અને ગુરુપ્રસાદ ચોકના હોકર ઝોનમાં સ્ક્રીનિંગ અને ટેસ્ટ કરાયા હતા. ચંદ્રેશનગરમાં 116ના ટેસ્ટ કરાતા 1, જ્યારે એસ. કે. ચોકમાં 114ના ટેસ્ટ કરાતા 2 પોઝિટિવ નીકળ્યા હતા. ગુરુપ્રસાદ ચોકમાં 35ના ટેસ્ટ કરાયા પણ કોઈ પોઝિટિવ કેસ આવ્યા ન હતા. આ રીતે કુલ 300નું સ્ક્રીનિંગ અને 243ના ટેસ્ટ કરાતા 3 પોઝિટિવ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો