રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. જેના ભાગરૂપે મનપા દ્વારા તા.30-05થી 05-06-2022 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 135 પશુઓને પકડવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાંથી પશુઓ ઝડપાયા
રાજકોટમાં કણકોટ પાટીયા, શિતલ પાર્ક, પોપટપરા, ગાંધીગ્રામ,જામનગર રોડમાંથી17 પશુઓ, ત્રિવેણી સોસાયટી, હુડકો કવાર્ટર, શિવમપાર્કમાંથી 5 પશુઓ, જડેશ્વર, માનસરોવર, કોઠારીયાગામમાંથી 8 પશુઓ, મોટા મૌવા, નવલનગર, અંબિકા ટાઉનશીપમાંથી 15 પશુઓ, શિવમનગર, શક્તિ સોસાયટી, નરસિંહનગરમાંથી 8 પશુઓ, મીરાનગર, સાધુવાસવાણી, રૈયારોડ, ધરમનગર, માધવવાટીકામાંથી 15 પશુઓ તથા મનહરપુરમાંથી 8 પશુઓ સહિત કુલ 135 પશુઓને પકડવામાં આવેલ છે.
12 સ્થળેથી ચાના થડા કબ્જે કર્યા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા ઠાકરધણી ટી સ્ટોલ,ગાત્રાળ ટી સ્ટોલ, શ્રી મોમાઈ ટી સ્ટોલ સહિત 12 સ્થળોએ ચાના થડા હટાવી દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ રૂ. 8,100નો વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવ્યો છે. જેમાં 150 ફુટ રિંગ રોડ શિતલ પાર્ક ચોક, નાના મૌવા રોડ, ઢેબર રોડ, 80 ફુટ રોડ, એ.યુ. બેંકની બાજુમાં, બાપાસિતારામ ચોક, યાજ્ઞિક રોડ, જ્યુબેલી, ત્રીકોણબાગ, ગોંડલ રોડ, ઢેબર રોડ વન-વે પરથી, ટી સ્ટોલ જપ્ત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.