તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં કેસમાં મોટો ઉછાળો એક દિવસ માં 262 કેસ નોંધાયા, PGVCLના 5 કર્મચારી અને 4 માસનું બાળક સંક્રમિત 24 કલાકમાં 12ના મોત

રાજકોટએક મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રાજકોટ મનાપાના દંડક સુરેન્દ્રસિંહ વાળા કોરોના સંક્રમિત થયા

રાજકોટમાં કોરોના હવે કાળ બની રહ્યો છે. જ્યાં PGVCLના 5 કર્મચારી અને 4 માસનું બાળક પણ કોરોના સંક્રમિત થયું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં 24 કલાકમાં જ 12 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 48 કલાકમાં મોતનો આંક 23 થયો છે. આથી દર બે કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. જોકે મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. શહેરમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જ્યા આજે અધધ.. કહી શકાય એવા 262 કેસ નોંધાયા છે. કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગમાં ટેસ્ટિંગ સહિત વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.હાલ રાજકોટ મનાપાના દંડક સુરેન્દ્રસિંહવાળા પણ કોરોના સંક્રમિત થયા છે.

રાજકોટમાં આજે બપોર સુધીમાં 6061 લોકોએ વેક્સિન લીધી
રાજકોટ શહેરમાં આજે સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે કોરોના સામેની રસીકરણમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 6061 નાગરિકોએ રસી લીધી છે. ​​​​​​​

શહેરમાં કુલ કેસની સંખ્યા 19392 પર પહોંચી
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 19392 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 1003 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગુરૂવારે 132 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં સત્તાવાર 157 દર્દીના મોત નીપજ્યા છે.

રાજકોટ જિલ્લામાં ગુરૂવારે 223 કેસ નોંધાયા
રાજકોટમાં ગુરૂવારે કોરોનાના નવા 223 કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરના 179 અને ગ્રામ્ય વિસ્તારના 44 પોઝિટિવ હતા. જ્યારે 24 જ કલાકમાં 11 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. સપ્ટેમ્બર માસમાં આ આંક 20થી ઉપર હતો અને ઓક્ટોબરની શરૂઆતમાં આંકડા ઘટવા લાગ્યા હતા પણ હવે ફરીથી બે આંકમાં મૃતાંક નોંધાઇ રહ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 26912 થઈ છે તેમજ 1243 એક્ટિવ દર્દી છે.

ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થવા લાગ્યા (ફાઇલ તસવીર).
ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થવા લાગ્યા (ફાઇલ તસવીર).

ખાનગી હોસ્પિટલમાં બેડ ફુલ થવા લાગ્યા
અત્યાર સુધી દવાખાનાઓમાં બેડની સંખ્યા પુરતી હતી પણ હવે તે ભરાવા લાગી છે. ખાનગી હોસ્પિટલમાં બેડ ફુલ થવા લાગ્યા છે તેમજ 590 બેડની ક્ષમતા ધરાવતી સિવિલમાં 318 દર્દી દાખલ છે. કુલ 1779 બેડમાંથી 955 ભરેલા છે એટલે કે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત બેડના 50 ટકાથી વધુ દર્દીઓથી ભરાયેલા છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 733 બેડ છે તેમાંથી હવે 213 જ ખાલી રહ્યા છે. આ ધ્યાને આવતા સમરસ હોસ્ટેલમાં ફરીથી હોસ્પિટલ શરૂ કરીને ઓક્સિજનના 110 બેડ મુકાયા છે તેમજ એચ. જે. દોશી હોસ્પિટલમાં પણ કોવિડ બેડ ફરીથી મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો