તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 110 Policemen Have Been Infected In The Last 48 Hours, With Mild Symptoms Seen After Taking Both Doses Of The Vaccine.

સુરક્ષા કવચ સંક્રમિત:રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 110 પોલીસ જવાનો સંક્રમિત થયા, વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી માઇલ્ડ સિમટમ્સ જોવા મળ્યા

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જવાનો પણ કોરોનાગ્રસ્ત

કોરોનાની બીજી ઘાતક લહેરમાં પોલીસના જવાનોમાં સંક્રમણ નું પ્રમાણ વધ્યું છે. રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા 110 જવાનો છેલ્લા 48 કલાકમાં સંક્રમિત થયાનું સામે આવ્યું છે જેમાં સિવિલ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા પોલીસ જવાનો પણ સંક્રમિત થયા છે. પરંતુ તેમણે વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી માઇલ્ડ સિમટમ્સ જોવા મળ્યા હતા

યુનિવર્સિટી પોલીસ મથકના PI સહિત 17 જવાનો સંક્રમિત થયા હતા
રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 110 પોલીસ જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના પોઝિટિવ જવાનો પૈકી મોટા ભાગના જવાનો હોમ આયસોલેટ કરવામાં આવ્યા છે જ્યારે કે કેટલાક જવાનો ને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના PI સહિત 17 જવાનો સંક્રમિત થયા હતા જે તમામ ના રિપોર્ટ નેગેટિવ થયા બાદ તમામ ફરજ પર હાજર થઇ ચુક્યા છે.

વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી માઇલ્ડ સિમટમ્સ જોવા મળ્યા હતા
રાજકોટ શહેરમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ થી લઇ પોલીસ કર્મચારીઓ સહિત 470 જવાનો સંક્રમિત થયા છે જો કે વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી મોટાભાગના પોલીસ અધિકારી કર્મચારીઓને માઇલ્ડ સિમટમ્સ જોવા મળ્યા હતા જ્યારે કે બીજી લહેરમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીનો ભોગ પણ કોરોનાએ લીધો છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વજનનો આક્રોશ હિંસક ન બને તે માટે બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે જે પૈકીના જવાનો પણ સંક્રમિત થયાના સમાચાર સામે આવી રહયા છે.