તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમનું સરવૈયું:રાજકોટમાં અઢી વર્ષમાં નશાકારક પદાર્થના 50 ગુનામાં 110 આરોપી પકડાયા, 1 કરોડ 98 લાખનો જથ્થો ઝડપાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા. - Divya Bhaskar
રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા.
  • 14થી 24 વર્ષના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી ભ્રામકતાથી દૂર રહેવા સમજાવવા માટે સેમિનાર યોજાય છે

રાજકોટના ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં રાજકોટમાં નશાકારક પદાર્થના 50 ગુનામાં 110 આરોપીની ધરપકડ કરી છે. અઢી વર્ષમાં 1 કરોડ, 98 લાખનો નશાકારક જથ્થો કબ્જે કર્યો છે. નશાકારક પદાર્થોનું વેચાણ અને હેરફેર અટકે એ માટે રાજકોટ પોલીસે સતત પ્રયાસો કર્યા છે અને તેમાં સફળતા પણ મેળવી છે.

1 લાખ વિદ્યાર્થી સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો
વધુમાં જણાવ્યું હતું કે શહેર પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા HOPE કાર્યક્રમ અંતર્ગત પણ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સ્તરે તંદુરસ્ત વાતાવરણ ઉભું કરે અને નશાખોરીથી દૂર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. 14થી 24 વર્ષના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી ભ્રામકતાથી દૂર રહેવા સમજાવવા માટે સેમિનાર યોજાય છે. અત્યાર સુધીમાં આવી 100 જેટલી શાળા-કોલેજોમાં સેમિનારો યોજી 1 લાખ વિદ્યાર્થી સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો છે.

ગુના આચરનારા શખસો પર વોચ રાખવામાં આવે છે
મનોહરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં દેખાદેખીમાં કે પછી બીજા કારણોસર યુવાધન નશીલા પદાર્થોનું સેવન કરવા તરફ દોરવાય જાય છે અને પરિવારજનોને આર્થિક પાયમાલીમાં ધકેલવાની સાથે સાથે પોતાનું પણ અધઃપતન નોતરી બેસે છે. આવું ન થાય એ માટે શહેર પોલીસે નશાકારક પદાર્થોનું વેચાણ અને હેરફેર અટકે તે માટે આકરી કાર્યવાહીઓ કરી રહી છે. આવા ગુના આચરનારા શખસો જામીન મુક્ત થઇ ફરીથી આવી પ્રવૃતિ ન આચરે તે માટે પણ પોલીસ કમિશનરની સુચના અને માર્ગદર્શન હેઠળ તેના પર ખાસ વોચ રખાય છે.

એક વખત પકડાયેલો શખસ ફરીથી આવી પ્રવૃત્તિ કરે તો તુરંત જ પકડી લેવાય છે
આને કારણે એક વખત પકડાયા હોય અને ફરીથી આવી પ્રવૃત્તિ કરે તો તુરંત જ તેને પકડી લેવાય છે. 2020માં આવા છ શખસો અને આજ સુધીમાં 8 શખસને નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસના ગેરકાયદેસર વેપાર અટકાવવા તેને પીઆઇટીએનડીપીએસ એક્ટ 1988 હેઠળ ડિટેઇન કરી અલગ અલગ જેલમાં મોકલી અપાયા છે. ઉલ્લેખનીય છે કે, અઢી વર્ષમાં ગાંજો, કોકેઇન, ચરસ, એમ્ફેટેમાઇન, MD ડ્રગ્સ વગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.