‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કિસ્સો:રાજકોટમાં ફેફસામાં 100% ઈન્ફેક્શન, 60% ઑક્સિજન સાથે 3 મહિના વેન્ટીલેટર પર, 144 દિવસ યુવક કોરોના સામે લડ્યો, જિંદગી જીતી

રાજકોટ2 મહિનો પહેલા
144 દિવસ સુધી નિશાંત કોરોના સામે લડ્યો અને અંતમાં મોત હાર્યું
  • સીટી સ્કેનમાં 25/25ના સ્કોર સાથે પોરબંદરના યુવક દાખલ થયો હતો

હર રોજ ગિરકર ભી મુક્કમલ ખડે હૈ, એ ઝીંદગી દેખ મેરે હૌસલે તુજસે ભી બડે હૈ... આ ઉક્તિને સાચા પાડતા કોરોનાના ગંભીર દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર્સ ડોક્ટર્સ જયારે જોશ સાથે તેમની તમામ શક્તિ કામે લગાડી દે છે ત્યારે કોરોના પણ હાંફી જાય છે.ગુજરાતનો આવો જ એક ‘રેરેસ્ટ ઓફ રેર’ કહી શકાય તેવો કિસ્સો રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં નોંધાયો છે. જ્યાં ફેફસામાં 100% ઈન્ફેક્શન સાથે 3 મહિના સુધી વેન્ટીલેટર પર 60% ઑક્સિજન સાથે 144 દિવસ સુધી નિશાંત કોરોના સામે લડ્યો, અંતમાં મોત હાર્યું અને નિશાંતને નવજીવન મળ્યું. 144 દિવસનો સંઘર્ષમય જંગ ખેલી વિજયી બન્યાં બાદ ઘરે પરત ફર્યા ત્યારે તેમની અને પરિવારની ખુશીનો પાર ન હતો.

ફેફસામાં 100% ઈન્ફેક્શન હતું
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.7 મેના રોજ પોરબંદરના 39 વર્ષીય નિશાંતને અત્યંત ગંભીર સ્થિતિમાં ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીને દાખલ કરાયું ત્યારે તેનું એસપીઓ-2 મતલબ કે ઑક્સિજનનું સ્તર 60% અને સીટી સ્કેનનો સ્કોર 25/25 આવ્યો હતો એટલે કે તેને ત્યારે જ ફેફસામાં 100% ઈન્ફેક્શન હતું.

144 દિવસ સુધી નિશાંત કોરોના સામે લડ્યો અને અંતમાં મોત હાર્યું
144 દિવસ સુધી નિશાંત કોરોના સામે લડ્યો અને અંતમાં મોત હાર્યું

રિપોર્ટ નેગેટિવ છતાં હાલત અત્યંત ગંભીર
16 જૂને 40 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ ફેફસાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. આ સમય દરમિયાન કોરોનાએ તેના ફેફસાને ખૂબ જ નુકસાન પહોંચાડી દીધું હતું. આ સમય બાદ 30મી મે અને 24મી જૂનના રોજ તેના ફેફસાનું સીટી સ્કેન કરાવતાં 25માંથી 25 સ્કોર આવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છતાં યુવકની હાલત અત્યંત ગંભીર બનતી જઈ રહી હતી.

‘રેરેસ્ટ ઓફ રેર’ કહી શકાય તેવો કિસ્સો રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં નોંધાયો
‘રેરેસ્ટ ઓફ રેર’ કહી શકાય તેવો કિસ્સો રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં નોંધાયો

સમગ્ર ગુજરાતનો ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ
દર્દીની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી અને તેના કારણે ‘લંગ ફેલ્યોર’ને કારણે ફેફસા બદલવા જેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી રહી હતી.આ અંગે ગોકુલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે, આ દર્દીને 144 દિવસની સારવાર આપવામાં આવી હતી જેમાંથી ત્રણ મહિના તે વેન્ટીલેટર ઉપર અને બાકીના દિવસો તેણે આઈસીયુમાં જ પસાર કર્યા છે. આટલા લાંબા દિવસ સુધી કોઈ દર્દીને સારવાર આપ્યા બાદ વિજય મેળવ્યો હોય તેવો રાજકોટનો તેમજ સમગ્ર ગુજરાતનો ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ છે. આજે 27 સપ્ટેમ્બરે 144 દિવસ બાદ દર્દીને રજા આપવામાં આવી હતી અને તેને રજા મળતી જોઈ તબીબો અને તેના પરિવારજનોની આંખમાં આંસુ સરી પડ્યા હતા.