તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:રાજકોટમાં લગ્નના 10 દિવસ બાદ યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મવડી પ્લોટ વિસ્તારમાં બનાવ, મહેંદી સુકાઇ તે પહેલા નવોઢાનો ચૂડી-ચાંદલો ભૂંસાયો

શહેરમાં 30 વર્ષીય યુવાને લગ્ન બાદ દસમાં દિવસે જ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી.મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી ગિરનાર સોસાયટીમાં રહેતા વિશાલ ભીખુભાઇ પીપળિયાએ મંગળવારે બપોરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસમથકના પ્રશાંતસિંહ ગોહિલ સ્થળ પર દોડી ગયા હતા. ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે પૂછપરછ કરતા વિશાલ એક બહેનનો એકનો એક ભાઇ હતો. તે મોરબી કારખાનામાં કામ કરતો હતો.

તેના લગ્ન હજુ દસ દિવસ પહેલા જ થયા હોય પરિવારમાં ખુશીનો માહોલ હતો. દરમિયાન બપોરે વિશાલના માતા-પિતા, પત્ની સહિતના પરિવારજનો ઉપરના માળે બેઠા હતા. ત્યારે વિશાલ નીચે આવી રૂમમાં પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું છે. જોકે વિશાલે ક્યા કારણોસર પગલું ભર્યું તે કારણથી પરિવારજનો અજાણ હોવાનું જાણવા મળ્યું છે. દસ દિવસ પહેલા જ પ્રભુતાના પગલાં માંડી સાસરે આવેલી નવોઢાના હાથની મહેંદી સુકાઇ તે પહેલા જ તેનો ચૂડી-ચાંદલો ભૂંસાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય એક બનાવમાં માણાવદરની પંચશીલ સોસાયટીમાં રહેતા રત્નાભાઇ સોલંકી નામના વૃદ્ધનું રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. તપાસમાં રત્નાભાઇ સારંગ પીપળી તેમની વાડીએ જતા હતા. ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ગંભીર રીતે ઇજા થઇ હતી. જેથી તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં તેમને સારવાર દરમિયાન દમ તોડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...