રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજદીપ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી વૃદ્ધાએ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના મવડી નજીક ધરમનગરમાં આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતા મંજુબેન ભીખુભાઇ સુરાણી (ઉ.વ.65) ગઇકાલે ઘરે હતા ત્યારે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવારમાં પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો. જેને સીવીલ હોયપિટલના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી. મૃતક લાંબા સમયથી માનસીક બીમારીથી પીડીત હતા જેનાથી કંટાળીને અંતીમ પગલુ ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મંજુબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

સાંઢીયા પુલ પર મારુતિ વેન અને JCB વચ્ચે અકસ્માત
રાજકોટના જામનગર રોડ પર નવી બનેલી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પાસે આવેલ સાંઢીયા પુલ પર અકસ્માત સર્જાયો હતો જેમાં મારુતિ વેન અને જેસીબી વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં મારુતિ વેનમાં 12-13 બાળકો પણ સવાર હતા. જો કે સદનસીબે તેને કોઈ જાનહાની થવા પામી ન હતી.

સાંઢીયા પુલ પર અકસ્માત સર્જાયો
સાંઢીયા પુલ પર અકસ્માત સર્જાયો

બામણબોર નજીક બસ અને ટ્રકનો અકસ્માત.
રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક ગઇકાલે સાંજે આઠેક વાગ્‍યે જામનગર-બાગીધરા રૂટની એસટી બસ સાથે ટ્રકનો અકસ્‍માત સર્જાતાં બસ ચાલક સહિત ત્રણને ઇજા થવા પામી હતી. બસના ડ્રાઇવર સુખાભાઇ સરદારભાઇ ડામોર (ઉ.વ.51) તથા મુસાફરો રમેશ ભગુભાઇ મકવાણા (ઉ.વ.30) અને કૈલાસ નાનકાભાઇ મકવાણા (ઉ.વ.19)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. જે બાદ એરપોર્ટ પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે
રાજકોટ શહેરના થોરાળા અને ભકિતનગર પોલીસ મથકમાં કબ્‍જે થયેલા દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇમરાન ઉર્ફે આલીબા ઉર્ફે આલીય અનીષભાઇ શેખ (ઉ.વ.34) ને રામનાથપરા આંબલી વાળા ચોકમાંથી પેરોલ ફરલો સ્‍કવોડની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોગસ ડ્રાઇવીંગ લાયસન્‍સનો આરોપી ઝડપાયો
બોગસ ડ્રાઇવીંગ લાયસન્‍સ કઢાવવાના કૌભાંડમાં સામેલ શખ્‍સ ત્રણ વર્ષથી નાસ્તો ફરતો હતો જે ગોંડલ રોડ પર આવ્‍યો હોવાની પેરોલ ફરલો સ્‍કવોર્ડ ટીમને બાતમી મળતા ગોંડલ રોડ પરથી કૈલાશ વલ્લભભાઇ નકુમ (ઉ.વ.36) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે અગાઉ 45 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

વેપારીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી બેલડી ફરાર.
રાજકોટના મિલપરા શેરી નં.13માં કનૈયા રાજ મકાનમાં ૨હેતા હરેશભાઇ હ૨જીભાઈ ડાભી નામના વેપારીએ ફરીયાદમાં જણાવયું હતું કે કેનાલ રોડ પ૨ આવેલા જોક૨ ગાઠીયાની સામે કરણપરા શેની નં.36ના કોર્ન૨ પ૨ ચાની હોટલ રાખી 25 વર્ષથી વેપા૨ કરે છે. આજે વ્હેલી સવારે 6 વાગ્યાની આસપાસ પોતે ચાની હોટલ ખોલી ચા બનાવવાની તૈયારી ક૨તા હતા ત્યારે સ્પોર્ટસ બાઈક લઈ બે શખ્સો દુકાને આવ્યા હતા અને બાઈક શેરી ના ખુણે રાખ્યું હતુ આ બંને શખ્સો ચાની હોટલે ચા લેવા આવ્યા અને ચા જોઈએ છે તેમ જણાવ્યું હતું. ચા બનાવવાની વા૨ હોવાથી બંને શેરી ખુણે ઉભા ૨હયા હતા. થોડીવા૨ બાદ ચા બની જતાં એક શખ્સ ચા લઈ ગયો હતો. ચા પીધા બાદ પાછો એ જ શખ્સ ફરી અડધી ચા લેવા આવ્યો હતો અને બીજો શખ્સ શેરીના ખુણે પોતાનું બાઈક ચાલુ રાખી ઉભો હતો. હોટલની બહા૨ ઉભેલો અજાણ્યો શખ્સે વેપારીના ગળામાંથી 13 તોલાનો 20 વર્ષ પહેલા ખરીદ કરેલો રૂ. 4 લાખનો સોનાના ચેઈનની જોંટ મારી બાઈકમાં બેસી નાશી ગયો હતો. આ બંને શખ્સોએ પોતાનું બાઈક ક૨ણસિંહજી મેઈન રોડ ત૨ફ ભગાડયુ હતુ અને વેપારીએ બુમાબુમ ક૨તા ત્યાં વિસ્તા૨માં કોઈ હાજ૨ ન હોય માટે પોતાનું એકટીવા લઈ બંને શખ્સોનો પીછો ર્ક્યો હતો. આ બન્ને શખ્સો RMC ચોક થઈ રાજપૂતપરા ત૨ફ નાસી ગયા હતા જો કે બંને શખ્સો ક્યાંય મળી ન આવતા વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દારૂ અંગે પોલીસને બાતમી કેમ આપસ કહી યુવાન પર બુટલેગરનો હુમલો

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા વિનાયકનગરમાં બુટલેગરે એક યુવકને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. જેમાં ઈજાગ્રસ્ત યુવકને દારૂની બાતમી પોલીસને આપી હોવાની શંકાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. નિશાંત દિનેશભાઇ જાદવ (ઉ.30) એ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી નિવેદન આપતા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તે મવડી વિસ્તારના વિનાયકનગર શેરી નં.9 માં રહે છે. અહીં રહેતા મિતરાજ નામના શખ્સે ગઇકાલે રાત્રે 8 વાગ્યે તેના ઘરે આવી તું મારા દારૂની બાતમી કેમ પોલીસને આપે છે, તેમ કહી કાચની સોડાની બોટલ અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં તેને ઇજા પહોંચતા સીવીલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે આક્ષેપ અંગે નિવેદન નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકમાં ભ્રષ્ટાચાર આરોપ કેસમાં 22 નવેમ્બરની મુદત પડી

રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકમાં નવી ભરતીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આરોપ સાથે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે મામલે સુનાવણી થતા હવે તેમાં 22 નવેમ્બરની મુદત આપવામાં આવી છે. રાજકોટના સહકારી આગેવાનો હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા, પરસોતમ સાવલીયા તથા વિજય સખીયાએ ભરતીમાં ભ્રષ્ટાચાર સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જિલ્લા બેંકમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાનું સુકાન હોવાથી રાજકીય રીતે પણ આ પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે આ કેસમાં હવે નવી મુદત આગામી 22 નવેમ્બરની આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસ્વીર
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસ્વીર
અન્ય સમાચારો પણ છે...