રાજકોટ શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં ટીપી સ્કીમ 19ને 31-12-2020 હતી. તેથી અંતીમ મંજુરી આપવામાં આવી હતી. આ સ્કીમનાં અમલીકરણનાં ભાગ યોજનામાં સમાવિષ્ટ ટીપી રોડ પૈકી સુર્યા પાર્ક પાસે, રેલનગરનાં ટાઉન ટાંકાની સામે 24 મીટરનાં ટીપી રોડ તથા રેલવે ટ્રેકને લાગુ 12 મિટરનાં ટીપી રોડ પરનાં ગેરકાયદે બાંધકામને દુર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતા દબાણ દુર ન થતા મ્યુ. કમિશનર અમિત અરોરાની સુચના અનુસાર આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા દબાણ હટાવાની સૂચના અપાઈ હતી. જેથી રેલનગરમાં 1.75 કરોડની જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું જતી અને 350 ચો.મી જમીન પર ખડકાયેલું ગેરકાયદે બાંધકામને હટાવવામાં આવ્યું હતું.
હેડ કો.બાલકૃષ્ણ ત્રિવેદીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાતોદળ ગામના વતની બાલકૃષ્ણ ત્રિવેદી વર્ષ 2001મા પોલીસ કૉન્સ્ટેબલ તરીકે રાજકોટ ગ્રામ્યમાં જોડાયા બાદ પ્રથમ પોલીસ હેડકવાર્ટસ ત્યારબાદ પડધરી, માળીયા, મિયાણા, જી.ઇ.બી.પોલીસ સ્ટેશન, તથા એ.ટી.એ.એસ. આર.ટી.આઇ.સેલ, તેમજ પેરોલ ફર્લો સ્કોડ, અને હાલમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.માં ફરજ બજાવી પોતાની 22 વર્ષની નોકરી દરમ્યાન 221 ઇનામ મેળવેલ જેમાં નાસતા ફરતા આરોપી પેરોલ જમ્પ લૂંટ-ધાડ, અપહરણના ગૂન્હાઓના ડીટેકશનમાં મહતમ યોગદાન આપેલ તેમજ પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ દરમિયાન દોઢ વર્ષમાં 10 વર્ષથી વધુ સજા અને આજીવન કેદની સજા ભોગવતા 22 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓની આ પ્રસંશનીય કામગીરીને ધ્યાને લઇ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે કરેલ દરખાસ્ત મંજુર કરી રાજય સરકારે પ્રજાસતાક દિન પૂર્વે રાષ્ટ્રપતિ મેડલ એનાયતની જાહેરાત કરેલ છે. હેડ કો. બાલકૃષ્ણ ત્રિવેદીને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થતા SP જયપાલસિંહ રાઠોડ તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ અને શુભેચ્છક દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનમાં 'પ્રો. એમ.એન. દાસના 100મા જન્મદિવસની યાદમાં એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ અને ડેટા સાયન્સ પરના તાજેતરના વલણો' વિષય પર આગામી 28-29, જાન્યુઆરીના રોજ બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રીસર્ચ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ એકઝીકયુટીવ ડાયરેક્ટર આર.બી. બર્મન સહિતના નિષ્ણાંતો આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિભાગીઓને માર્ગદર્શન આપશે.આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી 125 થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ ભાગ લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.