તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Pardi Village, Smugglers Targeted Three Houses In One Night And Stole Rs 76,000 From One House And Rs 13,000 From Two Houses.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:પારડી ગામે એક જ રાતમાં ત્રણ મકાનને નિશાન બનાવતા તસ્કરો, એક મકાનમાંથી રૂ.76 હજારની અને બે મકાનમાંથી રૂ.13 હજારની ઉઠાંતરી કરી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવારો પર સક્રિય થયેલી તસ્કર ટોળકીએ ગ્રામ્ય વિસ્તારમાં પણ તરખાટ મચાવ્યો છે. શહેરની ભાગોળે આવેલા લોધિકા તાબેના પારડી ગામે એક જ રાતમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા છે. જેમાં એક મકાનમાંથી 76 હજારની, જ્યારે અન્ય બે મકાનમાંથી 13 હજારની માલમતાનો તસ્કરો હાથફેરો કરી ગયા છે.લોધિકાના પારડી ગામે જ્યોતિપાર્કમાં રહેતા અને ઇલેક્ટ્રિક ડેકોરેશનનું કામ કરતા હિતેશભાઇ મગનભાઇ કિડિયા નામનો યુવાન મકાન બંધ કરી પરિવાર સાથે સાસરે ગયા હતા.

તસ્કરોએ એકલતાનો લાભ લઇ રાત્રીના સમયે બંધ મકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટમાંથી રોકડા રૂ.17 હજાર તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76,700ની માલમતા ચોરી ગયા હતા. ચોરીના બનાવની પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ પારડી ગામે દોડી ગઇ હતી. હિતેશભાઇના મકાનની તપાસ કરતા હતા. તે જ સમયે બાજુમાં રહેતા વિપુલભાઇ નારણભાઇ જાદવ અને કિરીટભાઇ જોષી પણ ચોરીની ફરિયાદ સાથે પોલીસ પાસે દોડી આવ્યા હતા.

પોલીસે તપાસ કરતા બંને બંધ મકાનના તાળાં તોડી વિપુલભાઇના ઘરમાંથી દસ હજારની રોકડ તેમજ કટલેરીનો સામાન અને કિરીટભાઇના બંધ મકાનમાંથી રોકડા રૂ.3 હજારની રોકડ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં પોલીસે હિતેશભાઇ કિડિયાની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય ચોરીમાં એક જ ચોર ટોળકી હોવાની શંકાએ તસ્કરોનું પગેરું દબાવવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો