તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરીયાદ:પારડીમાં ખોટા કાગળો સાથે ખરાબામાં સોસાયટી બનાવી હાઈવે ટચ જમીન વેચી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાપર પોલીસ સ્ટેશનમાં લોધિકા મામલતદારે નોંધાવી એન્ટિલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ

રાજકોટની ભાગોળે પારડી ગામમા શિતળા માતાના મંદિર પાસેની હાઈવે ટચ 3 એકર જગ્યા કે જે સરકારી હતી તેમાં ભુમાફિયાઓએ સોસાયટી બનાવી પ્લોટ વેચી માર્યાની ઘટના સામે આવી છે જે મામલે જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારીને કાર્યવાહી કરવાનો આદેશ આપતા લોધિકા મામલતદાર શાપર પોલીસ સ્ટેશનમાં મોડી સાંજે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈને સરકારી જમીનમાં ગેરકાયદે દબાણની બાતમી મળી હતી. તેઓએ આ અંગે તપાસ કરાવી હતી. આખરે ભુમાફિયાઓનુ આખું નેટવર્ક નીકળતા પોલીસે પણ તપાસ કરી હતી.

શિતળા માતાના મંદિર પાસેની આશરે 3 એકર જમીન 1978માં ભરત નામની વ્યક્તિને સાંથણીમાં અપાઈ હતી. જો કે તેણે ખેતીને બદલે વ્યવસાયિક ઉપયોગ કરતા 2007માં શરતભંગ હેઠળ જમીન શ્રીસરકાર કરી દેવાઈ હતી ત્યારબાદ તેણે હાઈકોર્ટ સુધી અપીલ કરી હતી અને ચુકાદો આવે તે પહેલાં મોત થયુ હતું. 2018માં ચુકાદામાં પણ નાયબ કલેક્ટરનો હુકમ માન્ય રહેતા જમીન સરકારી રહી હતી. ભુપત નામનો શખ્સ નિ:સંતાન હોવાથી તેણે કેસ જીતશે તો સાંથણીની જમીન તેના ભત્રીજા ભાવેશને મળશે તેવી વીલ કરી હતી પણ કેસ હારી જતા વીલનું વજુદ રહ્યું ન હતું.

ભાવેશ અને તેની સાથેની વ્યક્તિઓએ 2000ની સાલનો એક દસ્તાવેજ ઊભો કર્યો જેમાં સૂચિત સોસાયટીનો ઉલ્લેખ હતો જેનો પ્રમુખ પણ ચૂંટાયો હતો અને પછી પ્લોટિંગ પાડ્યા હતા. આ પહેલા એક ધાર્મિક ભવન પણ બનાવ્યું હતું. જે જે લોકો વિરોધ કરવા આવ્યા તેમને 100થી 200 વારના પ્લોટ મફતમાં આપી સેટિંગ કર્યું હતું અને આ રીતે આખી સરકારી જમીન બેફામ બનીને વેચી હતી.

આ પૈકી એક હિસ્ટ્રિશિટર પણ ભાવેશ સાથે સામેલ હતો તેનુ પણ મોત થયુ છે જો કે તેના વ્યવહારો તેણે પોતાની પત્ની અને પિતાના નામે કર્યા છે. આ સઘળી હકીકત અને દસ્તાવેજો સાથે લોધિકા મામલતદાર કે. કે. રાણાવસીયાએ મોડીરાત્રે શાપર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...