જિંદગી ટૂંકાવી:પડધરીના ન્યારા ગામે મહિલાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગસરામાં અકસ્માતમાં ઘાયલ યુવકનું રાજકોટમાં મોત

પડધરીના ન્યારામાં મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેનું રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું તેમજ બગસરામં વીસ દિવસ પૂર્વે અકસ્માતમાં ઘવાયેલા યુવકે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. ન્યારા ગામમાં કિશોરભાઇ ડાયાભાઇની વાડીમાં ખેતમજૂરી કરતાં અને ત્યાં જ રહેતા અનબાયબેન કાળુભાઇ મોહડિયા (ઉ.વ.30)એ કોઇ અગમ્ય કારણોસર શનિવારે સાંજે વાડીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રવિવારે બપોરે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અલબાયબેનના લગ્ન પાંચ વર્ષ પૂર્વે કાળુભાઇ મોહડિયા સાથે થયા હતા અને તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. મહિલાના આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું મોહડિયા પરિવારે રટણ રટતાં પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય એક અકસ્માતના બનાવમાં બગસરામાં રહેતા જગદીશભાઇ સગરામભાઇ બારિયા (ઉ.વ.25) વીસેક દિવસ પૂર્વે બગસરામાં બાઇક ચલાવીને જતા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા ટેમ્પોએ બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. ટેમ્પોની ઠોકરથી બાઇક પરથી ફંગોળાયેલા જગદીશભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય એક દારૂના બનાવમાં કોઠારિયા ન્યૂ વરુણ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પેટ્રોલિંગ દરમિયાન માહિતીના આધારે ક્રિએટિવ ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી દેવપરાના આકાશ મનોજ જાદવને વિદેશી દારૂની 50 બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો છે. રૂ.25 હજારના કિંમતનો વિદેશી દારૂ કબજે કરી પકડાયેલા આકાશની પૂછપરછ કરતા તે પીપળિયા હોલ પાસે રહેતા જયદીપ ઉર્ફે ટેભો સુરેશ નામના શખ્સ પાસેથી વિદેશી દારૂ લઇ આવ્યો હોવાની કેફિયત આપી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી જયદીપ ઉર્ફે ટેભાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બોલબાલા રોડ પરથી આનંદનગર કાળા પથ્થર ક્વાર્ટરમાં રહેતા બાવકુ દાદુ ધાધલ નામના શખ્સને વિદેશી દારૂની 5 બોટલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...