આત્મહત્યા:પડધરીના ખોડાપીપર ગામમાં બીમારીથી કંટાળી પ્રાથમિક શાળાના શિક્ષકે ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર
  • મૃતક શિક્ષકે બે ભાઈ અને ચાર બહેનમાં નાના હતા, રાજકોટમાં સારવાર અર્થે લાવતા દમ તોડ્યો

રાજકોટ જિલ્લાના પડધરીના ખોડાપીપરમાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષકે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડાયો
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામ ખાતે રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પીતાંબરભાઈ ગોરસદીયા (ઉ.વ.40) નામના યુવાને આજે સવારે બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જે બાદ પડધરી પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે
મૃતક યુવાન ટંકારા તાલુકાના બગાવડી પ્રાથમિક શાળાના શિક્ષક હતા. સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પોતે બે ભાઈ ચાર બહેનમાં નાના હતા. બીમારીથી કંટાળી આપઘાતનું પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...