કોરોનાની પ્રથમ લહેર બાદ ફ્લાઈટમાં મુસાફરી કરનારની સંખ્યા સાવ ઘટી ગઇ હતી. જ્યારે બીજી લહેરમાં આ ચિત્ર બદલાયું છે. વર્ષ 2020ના મે, જૂન અને જુલાઇની સરખામણીએ 2021 માં હવાઈ મુસાફરી કરનારની સંખ્યા 11.25 ગણી વધી છે અને ટકાવારીમાં આ પ્રમાણ 1125 ટકા થયું છે. વર્ષ 2020 માં મે, જૂન અને જુલાઇમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની આવન- જાવનની સંખ્યા 2933 હતી. જ્યારે ચાલુ વર્ષે એટલે કે 2021 માં મે ,જૂન અને જુલાઇમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની આવન- જાવનની સંખ્યા 33,012 નોંધાઈ છે.
એરલાઈન્સમાંથી મળતી વિગત મુજબ બીજી લહેર બાદ લોકોની હવાઇ મુસાફરીની પસંદગીમાં પણ બદલાવ આવ્યો છે. કોરોનાને કારણે મુસાફરો મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સને પણ મહત્ત્વ આપવા લાગ્યા છે. જેને કારણે બિઝનેસ ટૂરમાં લોકો મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. અત્યારે એડવાન્સ બુકિંગ જોવા મળે છે.
એર ઈન્ડિયાની 17 ઓગસ્ટની રાજકોટ- મુંબઈ ફ્લાઈટમાં કુલ 8 સીટ બિઝનેસ ક્લાસ માટેની છે. જેમાંથી 5 સીટ એડવાન્સમાં બુકિંગ થઇ ગઇ છે. રાજકોટ એરપોર્ટ પર મે માસમાં 51 ફ્લાઇટ આવી હતી અને 51 ફ્લાઇટ ટેક ઓફ થઇ હતી. જૂન માસમાં ફ્લાઈટ 122 ટેક ઓફ થઈ હતી અને 122 લેન્ડ થઈ હતી. જુલાઇ માસમાં 127 ફ્લાઇટ આવી હતી અને 127 ફ્લાઈટ લેન્ડ થઈ હતી.
બિઝનેસ ક્લાસમાં મુંબઈ જનારની સંખ્યા વધુ
રાજકોટથી મુંબઈ અને દિલ્હી બન્ને મેટ્રોસિટીની ફ્લાઇટ ઉડાન ભરે છે. જેમાં જોવા જોઇએ તો રાજકોટ એરપોર્ટથી બિઝનેસ મુસાફરી કરવા વાળો વર્ગ મુંબઈ ફ્લાઈટમાં વધારે છે. જ્યારે દિલ્હીમાં તેનું પ્રમામણ બહુ ઓછું છે. જોકે દિલ્હી અને મુંબઈ બન્નેની ફ્લાઇટ અત્યારે હાઉસફુલ જાય છે. આ સિવાય તહેવારના અનુસંધાને રાજકોટથી ગોવા જનારો વર્ગ પણ છે ત્યારે ગોવાની ફ્લાઇટમાં પણ એડવાન્સ બુકિંગ શરૂ થયા છે.
3 માસમાં 33012 લોકોએ મુસાફરી કરી | ||
માસ | મુસાફર આવ્યા | મુસાફર ગયા |
મે | 2486 | 2108 |
જૂન | 3866 | 3845 |
જુલાઇ | 10629 | 10078 |
2020માં હવાઇ મુસાફરીમાં આવન-જાવન કરનારા મુસાફરોની સંખ્યા | ||
મે | 140 | 300 |
જૂન | 198 | 308 |
જુલાઈ | 859 | 1128 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.