રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઇ રહ્યો છે. આની પાછળ ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી શહેરમાં ‘SAY NO TO DRUGS’ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરવા કાર્યવાહી થઈ રહી છે. ગત વર્ષે 2022માં પોલીસે NDPS એક્ટ હેઠળ કુલ 20 ગુના નોંધી 29 આરોપીઓની ધરપકડ કરી કુલ 34 લાખ કિંમતનો NDPSનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
‘SAY NO TO DRUGS’ સ્લોગન સાથેનું અભિયાન
રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનરની સૂચના મુજબ રાજકોટ શહેર SOG અને ક્રાઇમ બ્રાન્ચ ટીમ ‘SAY NO TO DRUGS’ સ્લોગન હેઠળ અભિયાન ચલાવી NDPS અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે વર્ષ 2022માં NDPS એક્ટ હેઠળ કુલ 20 ગુના નોંધી 29 આરોપીઓની ધરપકડ કરી કુલ 34 લાખ કિંમતનો NDPSનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે 43.729 કિલો ગાંજો અને 255.14 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
અલગ અલગ સ્કૂલ-કોલેજોમાં કેમ્પેઇન ચલાવવામાં આવશે
પાર્થરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, NDPS અવેરનેસ વીક દર અઠવાડિયે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આગામી માર્ચ મહિનામાં અલગ અલગ સ્કૂલ કોલેજોમાં કેમ્પેઇન ચલાવવામાં આવશે. આગામી 25 માર્ચના રોજ રાજકોટ રનર્સ એસોસિએશન સાથે મળી નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની બેઝિક થીમ પણ ‘SAY NO TO DRUGS’, રાજકોટ અગેઇન્સ ડ્રગ્સ અને યુથ અગેન્સ ડ્રગ રાખવામાં આવી છે. જેથી કરી વધુમાં વધુ લોકોને ડ્રગ્સ બાબતે અવેર કરી શકાય અને આ બધાથી લોકોને બચાવવા પ્રયાસ કરવામાં આવશે.
14 પેડલરો હાલ જેલમાં સજા કાપી રહ્યા છે
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરમાં ‘SAY NO TO DRUGS’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં રાજકોટ શહેર SOG પોલીસને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેરમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા 20 જેટલા ડ્રગ્સ પેડલર છે. જેમાંથી 14 પેડલરો હાલ જેલમાં સજા કાપી રહ્યા છે.
રાજકોટના મુખ્ય 9 પેડલરો
એક વર્ષમાં 21 વખત નશાનો સામાન ઝડપાયો
પ્રકાર | વજન | કિંમત (રૂપિયામાં) | આરોપી |
ગાંજો | 1.85 કિલો | 18500 | 2 |
ગાંજો | 1.9 કિલો | 19000 | 1 |
ગાંજો | 0.67 ગ્રામ | 6700 | 1 |
ગાંજો | 0.324 ગ્રામ | 3240 | 1 |
ગાંજો | 0.46 ગ્રામ | 4600 | 1 |
ગાંજો | 0.8 ગ્રામ | 8000 | 1 |
ગાંજો | 1.4 કિલો | 14000 | 2 |
ગાંજો | 2.57 કિલો | 25700 | 1 |
ગાંજો | 1.007 કિલો | 10070 | 1 |
ગાંજો | 0.2 ગ્રામ | 2000 | 1 |
ગાંજો | 20.548 કિલો | 205480 | 1 |
ગાંજો | 12 કિલો | 120000 | 1 |
હેરોઇન | 3.33 ગ્રામ | 16650 | 1 |
મેફેડ્રોન | 52.76 ગ્રામ | 527600 | 1 |
મેફેડ્રોન | 66.9 કિલો | 669000 | 1 |
મેફેડ્રોન | 10.75 ગ્રામ | 107500 | 2 |
મેફેડ્રોન | 4.04 ગ્રામ | 40400 | 2 |
મેફેડ્રોન | 76.45 ગ્રામ | 764500 | 2 |
મેફેડ્રોન | 23.08 ગ્રામ | 238000 | 4 |
મેફેડ્રોન | 17.11 ગ્રામ | 171100 | 2 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.