તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:રાજ્યમાં એક વર્ષમાં ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં 1,89,303 નવા એકમની નોંધણી; કોરોના પછી મહિલાઓ, યુવાનો ઉદ્યોગ શરૂ કરવા માટે આગળ આવ્યા

રાજકોટ14 દિવસ પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ એમ.એસ.એમ.ઇ. એકમોમાં માઇક્રો કક્ષાના એકમોની સંખ્યા વધારે છે
  • સર્વિસ પ્રોવાઇડ કરતા મેન્યુફેક્ચરિંગ યુનિટની સંખ્યા વધારે નોંધાઇ, ઉદ્યોગ આધાર કરતા ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં નોંધાનારા એકમની સંખ્યા વધી
  • કોરોનામાં જેણે નોકરી ગુમાવી અથવા નોકરીથી સંતુષ્ટ નથી તે ઉદ્યોગ શરૂ કરી રહ્યા છે

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ગણાતા ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ કરવો પહેલા કરતા વધુ સરળ બન્યો છે. કોરોના બાદ ઓગસ્ટ 2020માં નવી ઔદ્યોગિક પોલિસી બહાર પાડવામાં આવી છે. જેમાં ઉદ્યોગકારોને વીજબિલથી લઈને, સબસિડી, લોનના વ્યાજદરમાં રાહત જેવા અનેક લાભો જાહેર કરાયા છે. આ લાભ તો જ મળી શકે કે જો ઉદ્યોગકારે પોતાના એકમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય. કોરોના બાદ રાજ્યમાં ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં 1,89,303 એકમની નોંધણી થઈ હોવાનું રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી માહિતી આપવામાં આવી છે.

નોકરીથી અસંતુષ્ટ યુવાનોનું નવું સાહસ
આ એકમોમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પ્રોવાઈડ કરતા એકમોનો સમાવેશ થાય છે, પરંતુ સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટની સંખ્યા નોંધાઈ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નવા ઉદ્યોગો શરૂ કરવા, ઉદ્યોગોને અત્યારે કેવા પ્રકારની સહાય મળી રહી છે તેની ઈન્કવાયરી વધી છે તેના પરથી એવું તારણ નીકળ્યું છે કે, કોરોના પછી મહિલાઓ, યુવાનો, રિટાયર્ડ લોકો પોતાનો ઉદ્યોગ શરૂ કરવા આગળ આવી રહ્યા છે. કોરોના પછી જે યુવાનો નોકરીથી સંતુષ્ટ નથી અથવા તો જેની નોકરી ચાલી ગઇ છે તેવા યુવાનો હવે પોતાનો ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છી રહ્યા છે.

ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં એકમ નોંધણી કરાવવામાં અમદાવાદના ઉદ્યોગકારો રાજ્યમાં પ્રથમ ક્રમે

શહેરમેન્યુફેક્ચરિંગસર્વિસ પ્રોવાઈડકુલ એકમો
યુનિટકરતા એકમો
અમદાવાદ33,46736,77470,241
સુરત43,26921,77165,040
રાજકોટ17,58212,47230,054
વડોદરા8,27615,69223,968

મીડિયમ કક્ષાના ઉદ્યોગો સૌથી ઓછા
રાજકોટ જિલ્લામાં 30,054 એકમ રજિસ્ટર્ડ થયા છે. જેમાં માઈક્રો કક્ષાના 27,320 છે. સ્મોલ એકમો 2425 અને મીડિયમ કક્ષાના 309 નોંધાયા છે.

એક્સપર્ટ વ્યૂ - જે એકમો રજિસ્ટર્ડ થયા છે તેમાં નવા અને જૂના બન્ને એકમોનો સમાવેશ થાય છે
ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં જે એકમો નોંધાયા છે. તેમાં જે એકમો ચાલુ છે તે અને જે એકમો નવા છે એ બન્ને એકમોનો સમાવેશ થાય છે, પરંતુ મોટા ભાગના નવા એકમો આ ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં નોંધાયા છે. ઉદ્યોગ રજિસ્ટ્રેશનનો જે આંક છે તે જૂન 2020 થી લઇને મે 2021 સુધીનો છે. ઉદ્યમ આધાર હેઠળ જે એકમો રજિસ્ટ્રેશન થયા છે તે તમામે પોતાનું મૂડીરોકાણ રૂ. 5800 કરોડ જાહેર કર્યું છે. ઉદ્યોગકારોને પોતાની આઈડેન્ટી બને અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે હેતુથી ઉદ્યોગકારો પોતાના એકમોની નોંધણી કરાવતા હોય છે આ પહેલા ઉદ્યોગ આધાર યોજના હતી. જેના કરતા અત્યારે ઉદ્યમ રજિસ્ટ્રેશનમાં નોંધણી કરાવતા એકમોની સંખ્યા વધારે છે. રજિસ્ટ્રેશન કરનાર એકમોની તમામ વિગતો જેવી કે આઇટી રિટર્ન, પ્લાન્ટ એન્ડ મશીનરી, જીએસટીની તમામ વિગતો, પાનકાર્ડ, બેન્ક એકાઉન્ટ વગેરે આવી જાય છે. - બી.વી.મોરી, જનરલ મેનેજર- જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...