તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In One Year After Koro, 290 New Industries Were Started In Rajkot District, Most Of Which Were In Engineering And Automobiles.

કોરોના બાદ ઇન્ડ્રસ્ટ્રીયલ ગ્રોથ:એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં 290 નવા ઉદ્યોગો શરૂ થયા, સૌથી વધુ એકમો એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલના ખૂલ્યાં

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એન્જિનિયરિંગ ઉપરાંત પ્લાસ્ટિક, ટેક્સટાઈલ્સ ઉદ્યોગ અને FMCG સહિતના એકમો શરૂ થયા

એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતું રાજકોટ કોરોના બાદ નવા ઉદ્યોગો શરૂ કરવામાં પહેલી પસંદગી બન્યું છે. કોરોના પછી રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં 290 એકમ શરૂ થયા છે. જેમાં 253 એકમ નાણાકીય વર્ષ 2020-2021માં અને ચાલુ નાણાકીય વર્ષ 2021-2022 બાદ એટલે કે એપ્રિલ,મે અને જૂનમાં 37 એકમ ઔદ્યોગિક સલામત અને સ્વાસ્થ્ય વિભાગની કચેરીમાં નોંધાયા છે. આમ, 2019-2020ની સરખામણીએ 2020-2021માં 78 એકમ ઓછા નોંધાયા છે. જે એકમો શરૂ થયા છે તેમાં સૌથી વધુ એકમો ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગના છે. 2019-2020માં રાજકોટ બાદ બીજા ક્રમે કોટડાસાંગાણીમાં 98 એકમ શરૂ થયા હતા અને લોધિકામાં 83 એકમ હતા. જ્યારે કોરોના પછી આ ચિત્ર બદલાયું છે.

એકમમાં બેથી પાંચ કરોડનું રોકાણ
કોરોના પછી એટલે કે 2020-2021 માં લોધિકામાં 53 એકમ શરૂ થયા હતા અને ત્યારબાદ કોટડામાં 47 એકમ નોંધાયા હતા. તેમ આૈદ્યોગિક સલામતી કચેરી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એ.આર. પરમાર જણાવે છે. એન્જિનિયરિંગ ઉપરાંત પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઈલ્સના એકમો, એફ.એમ.સી.જી, નોન વુવન ઈન્ડસ્ટ્રીઝના એકમો શરૂ થયા છે. જે એકમની નોંધણી થઈ છે તેમાં એક એકમમાં એવરેજ બેથી પાંચ કરોડનું રોકાણ થાય છે. આ ગણતરીએ રાજકોટ જિલ્લામાં રૂ.580 કરોડથી વધુ રકમનું રોકાણ થયું હોવાનું ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, રાજકોટના ડાયરેક્ટર જે.એસ. આદેશરાએ જણાવ્યું હતું.

આ કારણોસર નવા એકમો શરૂ થયા
1. જેમની નોકરી ચાલી ગઈ છે તેમને નાના પાયે એકમો શરૂ કરી સ્વતંત્ર અથવા તો ભાગીદારી પેઢીથી નવા એકમો શરૂ કરવાનું પસંદ કર્યું છે.
2. કોરોના પછી એન્જિનિયરિંગ પ્રોડક્ટમાં એક્સપોર્ટ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી ડિમાન્ડ નીકળી તેથી એકમોની સંખ્યા અને મૂડીરોકાણ બન્ને વધ્યા.
3. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરીને નવયુવાનો નોકરી કરવાને બદલે પોતાનો ઉદ્યોગ શરૂ કરવાનું વધુ પસંદ કરે છે.

સ્થાનિક લોકોને રોજગારી મળી, રોટેશન વધ્યું

  • જે નવા એકમો શરૂ થયા તેથી 10 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી.
  • રો-મટિરિયલ્સથી લઈને અન્ય જરૂરી પ્રોડક્ટની માર્કેટમાં ખરીદી નીકળી છે.
  • જે એકમો શરૂ થયા તેમાં નવું મૂડીરોકાણ આવતા નાણાકીય રોટેશન શરૂ થયું છે.

2019-2020માં નોંધાયેલા એકમો

તાલુકોઉદ્યોગની સંખ્યા
ધોરાજી3
ગોંડલ42
જસદણ1
જેતપુર6
કોટડાસાંગાણી98
લોધિકા83
પડધરી10
રાજકોટ122
ઉપલેટા3
કુલ એકમ368

2020-2021માં નોંધાયેલા એકમો

તાલુકોઉદ્યોગની સંખ્યા
ગોંડલ31
જસદણ10
જેતપુર26
કોટડાસાંગાણી47
લોધિકા53
પડધરી11
રાજકોટ70
ઉપલેટા3
વીંછિયા2
કુલ એકમ253