તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોનાના નવા 223 કેસ સામે આવ્યા છે જેમાં શહેરના 179 અને ગ્રામ્ય વિસ્તારના 44 પોઝિટિવ છે. જ્યારે 24 જ કલાકમાં 11 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. સપ્ટેમ્બર માસમાં આ આંક 20થી ઉપર હતો અને ઓક્ટોબરની શરૂઆતમાં આંકડા ઘટવા લાગ્યા હતા પણ હવે ફરીથી બે આંકમાં મૃતાંક નોંધાઈ રહ્યો છે. આ સાથે રાજકોટમાં કુલ કેસની સંખ્યા 26912 થઈ છે તેમજ 1243 એક્ટિવ દર્દી છે.
ખાનગી હોસ્પિટલમાં બેડ ફુલ થવા લાગ્યા
અત્યાર સુધી દવાખાનાઓમાં બેડની સંખ્યા પૂરતી હતી પણ હવે તે ભરાવા લાગી છે. ખાનગી હોસ્પિટલમાં બેડ ફુલ થવા લાગ્યા છે તેમજ 590 બેડની ક્ષમતા ધરાવતી સિવિલમાં 318 દર્દી દાખલ છે. કુલ 1779 બેડમાંથી 955 ભરેલા છે એટલે કે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત બેડના 50 ટકાથી વધુ દર્દીઓથી ભરાયેલા છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 733 બેડ છે તેમાંથી હવે 213 જ ખાલી રહ્યા છે. આ ધ્યાને આવતા સમરસ હોસ્ટેલમાં ફરીથી હોસ્પિટલ શરૂ કરીને ઓક્સિજનના 110 બેડ મુકાયા છે તેમજ એચ. જે. દોશી હોસ્પિટલમાં પણ કોવિડ બેડ ફરીથી મૂકવામાં આવ્યા છે.
બાળકોના શરીરમાં થાયમસ ગ્રંથિ હોય છે
રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બાળકોમાં કેસનું પ્રમાણ કેટલું છે તે જાણવા મનપાના આરોગ્ય શાખાનો સંપર્ક કરતા અત્યાર સુધીમાં 0થી 10 વર્ષના 260 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પૈકી કોઇપણ કેસ હજુ સુધી ગંભીર થયો નથી અને મોર્ટાલિટી રેટ પણ ઝીરો છે.બાળકોની સારવાર અંગે સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળકોના શરીરમાં થાયમસ ગ્રંથિ હોય છે. આ ગ્રથિનું કામ રોગપ્રતિકારક શક્તિ વિકસાવવાનું હોય છે અને તે સમય જતા જતા નાની થતી જાય છે.
તેમને ન્યુમોનિયા જેવી ગંભીર અસર થતી નથી
કદાચ આ ગ્રંથિને કારણે કોરોના બાળકોના ફેફસાં સુધી પહોંચી જતો નથી એટલે જ તેમને ન્યુમોનિયા જેવી ગંભીર અસર થતી નથી.આ ઉપરાંત બાળકોના ફેફસાં પણ ડેવલપિંગ ફેઝમાં હોય છે અને ડેમેજ થયા હોતા નથી તેથી તે કારણે પણ સંભવ છે કે બ્લડ ક્લોટિંગ થતું અટકે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર લઈ રહ્યા છે અને તમામ સ્ટેબલ છે. જોકે હવે કોરોનાગ્રસ્ત બાળકોમાં ડાયેરિયા થવાની સમસ્યા સૌથી વધુ આવી રહી છે.
સિનિયર સિટિઝન કરતા યુવાનોને રસી બાદ તાવનું પ્રમાણ વધુ
વડીલોનું શરીર રોગ સામે અનુભવી હોય છે તેથી સાઈડ ઈફેક્ટ નહીંવત
રાજ્યભરમાં 1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુનાને રસી અપાય છે જ્યારે રાજકોટમાં તે 10 દિવસ પહેલાથી શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં જે 1 લાખની આસપાસ લોકોને રસીકરણ થયું છે તેમાં એક વાત જાણવા મળી છે કે જે લોકોની ઉંમર 50થી વધુ છે તેમાં રસી લીધા બાદ સાઈડ ઈફેક્ટ નહીંવત જ હોય છે.
થોડીવાર નજીવો તાવ આવે છે ત્યારબાદ ફરક પડી જાય છે. જ્યારે કોરોના વોરિયર તરીકે રસી લેનારા પોલીસ કર્મીઓ તેમજ હેલ્થ વર્કર અને રેવન્યૂ વિભાગના કર્મચારીઓમાં ખાસ કરીને 25થી 40 વર્ષની ઉંમરમાં સાઈડ ઈફેક્ટનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
આ અંગે નિષ્ણાતો જણાવે છે કે, જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરને અલગ અલગ પ્રકારના વાઇરસના સંપર્ક થાય છે અને તેથી રોગપ્રતિકારક શક્તિ નવા વાઇરસ વખતે કેવી રીતે શરીરને તૈયાર કરવું તે સમય જતા જતા વધુ સારી રીતે કામ કરતી હોય છે.
રોગપ્રતિકારક શક્તિના આ અનુભવને કારણે સામાન્ય સમયમાં પણ બાળકો અવાર નવાર બીમાર પડતા હોય છે જ્યારે વયસ્કોમાં પ્રમાણ ઓછું હોય છે. રસીમાં તો વાઇરસ પણ નથી હોતો એટલે વડીલોની રોગપ્રતિકારક શક્તિને તે પણ ખ્યાલ આવી જાય છે કે કેટલું સક્રિય અને ક્યા પ્રમાણમાં થવાનું છે આથી તાવ આવતા નથી જ્યારે યુવાનોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી સક્રિય થઈ જાય એટલે તાવ વધુ આવે છે. જોકે તેમાં ગભરાવવાની જરૂર નથી રસીની સાથે પેરાસિટામોલ પણ અપાય છે જેવી અસર શરૂ થાય ત્યારે દવા લઈ લેવાય તો વાંધો આવતો નથી.
ટેસ્ટ વિના દિલ્હીથી રાજકોટ આવેલા 12 યાત્રિકે ધમાલ કરી
દિલ્હીથી આવેલા 12 યાત્રિક ટેસ્ટ વગર જ ફ્લાઈટમાં રાજકોટ પહોંચી ગયા હતા જેથી એરપોર્ટે મનપાને જાણ કરી હતી અને ટીમ ત્યાં પહોંચતા યાત્રિકોએ ટેસ્ટ કરાવવા આનાકાની શરૂ કરી દીધી હતી. આખરે વિજિલન્સમાંથી સુરક્ષા કર્મીઓ બોલાવાયા હતા અને પછી યાત્રિકોને પદ્મકુંવરબા હોસ્પિટલ લઈ જઈ આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા અને જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી હોટેલમાં ક્વોરન્ટાઈન રહેવા જણાવ્યું છે.
મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર યાત્રિકો ટેસ્ટ કરાવવા માટે ખાનગી લેબમાં જવાનો ઈનકાર કરી રહ્યા હતા અને એરપોર્ટ પર પહેલાથી તેમને જાણ કરાઈ ન હતી એટલે ટેસ્ટ નહિ કરાવે તેવું કહેતા એરપોર્ટે જાણ કરી હતી. છેક સુધી પૈસા નહીં ચૂકવે તેવું કહ્યું હતું જેથી સરકારી હોસ્પિટલમાં સેમ્પલ લેવાયા હતા. આ મામલે એરપોર્ટના અધિકારીઓ તેમજ ફ્લાઈટ ઓપરેટરને સૂચના આપી દેવાઈ છે કે કોઇપણ વ્યક્તિ રાજકોટ માટે આવે તો તેનો પહેલા જ રિપોર્ટ જોઈ લેવાના રહેશે અને તેની જવાબદારી એરપોર્ટની રહેશે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.