રાજકોટમાં જળસંકટ ટળ્યું:એક જ રાતમાં આજી-ન્યારીમાં દિવાળી સુધી સુધી ચાલે તેટલું પાણી ઠલવાયું,આજી-2, ન્યારી-2 અને લાલપરી તળાવ છલોછલ

રાજકોટ2 મહિનો પહેલા
આજી-2 ડેમ ઓવરફ્લો

રાજકોટ વાસીઓ જે વરસાદની કાગડોળે રાહ જોતા હતા તે વરસાદ ગઇકાલે વરસી જતા તંત્ર તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે. રાજકોટના જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદરમાં પાણીની સારી માત્રામાં આવક થતા રાજકોટ પરનું જળસંકટ દૂર થયું છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના પગલે આજી-1 ડેમમાં 4.5. ફૂટ અને ન્યારી-1 ડેમમાં 2 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. જયારે સિંચાઇ માટે ઉપયોગી એવા આજી-2 , ન્યારી-2 અને લાલપરી તળાવ છલકાઇ જતા ખેડૂતો માટે પણ સારા સમાચાર માનવામાં આવે છે.

આજી-1 અને ન્યારી-1 ડેમમાં નવા નીરની આવક
રાજકોટના જીવાદોરી સમાન આજી-1 ડેમમાં 24 કલાક પૂર્વે જળસપાટી 18.50 ફૂટ હતી તે આજે વધીને 23 ફૂટ એટલે કે 4.5 ફૂટનો વધારો થયો છે જયારે ન્યારી-1 ડેમ કે જે પશ્ચિમ રાજકોટને પીવાનું પાણી પૂરું પાડે છે તેમાં 24 કલાક અગાઉ જળસપાટી 15.50 ફૂટ હતી જે વરસાદ ના કારણે વધીને આજે 17.10 ફૂટ પહોંચી છે એટલે કે 1.50 ફૂટ નવા નીરની આવક થવા પામી છે.

આજી-1 ડેમ જળસપાટી 23 ફૂટ પહોંચી
રાજકોટને દૈનિક પાણી વિતરણ જાળવવા તાજેતરમાં જ સૌની યોજનાથી આજી-1 ડેમમાં પાણી છોડવાનું શરુ કરાયું હતું અને આજ સુધીમાં 124 એમ.સી.એફટી. પાણી તેમાં પંપ કરીને ઠલવાયું છે. આ સામે એક રાતમાં વરસાદથી ડેમમાં 200 એમ.સી.એફટી.નો વધારો થયો છે. કૂલ 933 એમ.સી.એફટી.નો સંગ્રહ અને 29 ફૂટની ઉંડાઈ ધરાવતા આ ડેમની સપાટી હવે 23 ફૂટે પહોંચી છે અને 550 એમ.સી.એફટી.નો જીવંત જળજથ્થો સંગ્રહિત થયો છે જેનાથી ડેમનું પાણી દિવાળી સુધી ચાલી શકે તેમ છે.

ન્યારી-1 ડેમ જળસપાટી 17.10 ફૂટ પહોંચી બીજી તરફ પશ્ચિમ રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં 14.92 ફૂટની સપાટી આજે વધીને 17.10 ફૂટે પહોંચી હતી અને જળસંગ્રહ 462 થી વધીને 570 એમ.સી.એફટી. થયો છે, આજે 107 એમ.સી.એફટી.નો વધારો થયો હતો. આ જળાશય 25 ફૂટની ઉંડાઈ અને 1248 એમસીએફટી સંગ્રહક્ષમતા ધરાવે છે જેમાં હાલ આશરે 17 ફૂટ સપાટી પહોંચી છે. આ ડેમનું પાણી પણ દિવાળી સુધી ચાલી શકે તેમ છે.આ ઉપરાંત વિરપુર પાસેના વાળાડુંગરા પાસેનો છાપરવાડી-2 ડેમ 90% ભરાઈ ગયો છે. જ્યાં ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થઈ છે. જેથી હરિપર,મેવાસા,જાંબુડી, પ્રેમગઢ,લુણાગરા સહિતના નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.

છાપરવાડી-2 ડેમ 90% ભરાઈ ગયો
છાપરવાડી-2 ડેમ 90% ભરાઈ ગયો
ડેમઊંડાઈજળસપાટી
આજી-129 ફૂટ23 ફૂટ
ન્યારી-125.10 ફૂટ17.10 ફૂટ
ભાદર34 ફૂટ20.30 ફૂટ
ભાદર-225.10 ફૂટ25.10 ફૂટ
આજી-230.10 ફૂટ30.10 ફૂટ
ન્યારી-220.70 ફૂટ20.70 ફૂટ
ફોફળ25.50 ફૂટ25.50 ફૂટ
છાપરવાડી-114.50 ફૂટ12 ફૂટ
છાપરવાડી-225 ફૂટ24.10 ફૂટ
લાલપરી15 ફૂટ15 ફૂટ

(દિપક મોરબીયા - વિરપુર)