તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Night Curfew In Rajkot, The Woman Tried To Cash In The Police, They Are Not Allowed To Go Home Early From The Office, You Stop On The Way, When To Cook, The Boy Is Waiting

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ વીડિયો:રાજકોટમાં રાત્રિ કર્ફ્યુમાં મહિલાએ પોલીસને રોકડું પરખાવ્યું, ઓફિસેથી વહેલા ઘરે જવા દેતા નથી, રસ્તામાં તમે રોકો, રાંધવું ક્યારે, છોકરા રાહ જુએ છે

રાજકોટ6 દિવસ પહેલા
  • હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે

રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનાં વધી રહેલા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂનો સમય રાત્રે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જોકે પ્રથમ 10 પછી 9 તેમજ હવે 8 વાગ્યાનો સમય કરી દેવામાં આવતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગતરાત્રે રાત્રિ કર્ફ્યૂનાં પ્રથમ દિવસે જ એક કાર ચાલક મહિલાએ શહેરનાં કેકેવી ચોક ખાતે પોલીસકર્મી સમક્ષ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, સાહેબ ઓફિસેથી વહેલા જવા નથી દેતા અને અહીં તમે રોકી રાખો છો, તો અમારે શું કરવું? મારે રાંધવું ક્યારે, છોકરા રાહ જુએ છે.

વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો
ગતરાત્રે શહેરનાં કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યૂ શરૂ થવાના અડધા કલાક પહેલાં ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન એક મહિલા ચાલકની કાર કેકેવી ચોકના આ ટ્રાફિકમાં ફસાય હતી. જેને લઈને ટ્રાફિક ક્લિયર કરાવવા વિનંતી કરવાની સાથે આ મહિલાએ પોલીસ કર્મચારી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. અને જણાવ્યું હતું કે, 7 વાગ્યા કરતા વહેલા ઓફિસેથી નીકળવા નથી દેતા અને એવામાં આ રીતે ટ્રાફિકજામ થાય છે. તો કર્ફ્યૂનાં સમય પહેલા કંઈ રીતે પહોંચવું? હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે.

લોકોને 8 વાગ્યે ઘરે પહોંચી જવા CPની અપીલ
હાલ રાજકોટ પોલીસ કમિશનરે લોકોને આઠ વાગ્યે ઘરે પહોંચી જવા અપીલ કરી છે. કોરોનાકાળમાં પોલીસ સ્ટેશન કોઈને જવાની જરૂર ન પડે તે માટે ઇ-મેઇલ અને ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી લોકોની ફરિયાદને ન્યાય અપાશે. લોકોને માસ્ક પહેરવા પણ કમિશનરે અનુરોધ કર્યો છે. રાજકોટ શહેરના 3000 પોલીસ અધિકારીઓ અને જવાનો કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્નમાં લાગી ગયા છે, સ્વયંસેવકોને પણ કામે લગાડવામાં આવશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ ઊભી રહેશે અને સઘન ચેકિંગ કરશે.

આજથી સાંજના 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ થશે
કોરાનાની વણસતી સ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8થી સવારના 6 વાગ્યા સુધીનો કરી દીધો છે. ગઇકાલે પ્રથમ દિવસે રાજકોટમાં 8 વાગ્યા બાદ ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજથી સાંજના 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે જેથી ટ્રાફિક ન થાય અને લોકો આસાનીથી નીકળી શકે. ગઇકાલે આઠ વાગ્યા પછી ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો