24 કલાકમાં બે આપઘાતનાં બનાવ:રાજકોટના નાણાવટી ચોકમાં પ્રૌઢે બિમારીથી કંટાળી અને જ્યુબેલી બાગ પાસે ડિપ્રેશનમાં આવી વૃદ્ધે ગળાફાંસો ખાધો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પ્રૌઢના આપઘાતથી બે પુત્રએ પિતાની છત્રછાંયા ગૂમાવી

રાજકોટમાં 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટી શેરી નં.3માં રહેતા રઘુભાઇ ચોથાભાઇ સાંગડિયા (ઉં.વ.50)એ બિમારીથી કંટાળી ગઇકાલે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બીજા બનાવમાં જ્યુબેલી બાગ સામે આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં બીજા માળે ફલેટ નં. 201માં રહેતાં વશરામભાઇ દેશાભાઇ કંટારીયા નામના વૃદ્ધે ડિપ્રેશનમાં આવી પંખાના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

લગ્નમાંથી પરત ફરેલા પરિવારે રઘુભાઈને લટકતી હાલતમાં જોયા
રઘુભાઈએ આપઘાત કર્યાની જાણ પરિવારજનો લગ્નમાંથી પરત ફર્યા ત્યારે થઈ હતી. પરિવારજનોએ રઘુભાઇને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક રઘુભાઇ સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ચાની કેબીન ચલાવતા હતા. તેણે માનસીક બિમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું ખુલ્યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતે તપાસ હાથ ધરી છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

વૃદ્ધે ડિપ્રેશનમાં આવી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
બીજા બનાવમાં જ્યુબેલી બાગ સામે આવેલા અભિનવ એપાર્ટમન્ટમાં બીજા માળે ફલેટ નં. 201માં રહેતાં વશરામભાઇ દેશાભાઇ કંટારીયા (ઉં.વ.65) નામના વૃદ્ધે પંખાના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સવારે દૂધવાળો આવ્યો ત્યારે તેણે વશરામભાઇને લટકતાં જોતાં હતપ્રભ થઇ ગયો હતો. તેણે બીજા રૃમમાં સૂતેલા આ વૃદ્ધને પૌત્રને જગાડીને જાણ કરતાં 108 બોલાવાઇ હતી. પરંતુ તેના ઇએમટીએ તેમને મૃત જાહેર કરતાં એ ડિવીઝનના વિમલભાઇ અને રાજુભાઇએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વૃદ્ધને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વશરામભાઇ કેટલાક દિવસથી ડિપ્રેશનમાં રહેતાં હતાં. આ કારણે પગલુ ભર્યાની શક્યતા છે.