રાજકોટ શહેરના માંડાડુંગરમાં બહેન સાથે ઝઘડી રહેલા બનેવી સહિત બે શખ્સોએ ઢીકાપાટુંનો મારમારતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતાં કિશન ભુપતભાઈ જાલસણીયા (ઉ.વ.22) ગત રોજ માંડાડુંગરમાં માધવ વાટીકા પાસે સાસરે તેની બહેન કાજલના ઘરે ગયો હતો. ત્યારે તેની બહેન કાજલ સાથે ઝઘડી રહેલા તેના બનેવીને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા બનેવી મહેશ અને તેના ભાઈ હરેશે ઢીકાપાટુંનો મારમારતા શરીરે ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલીક સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
દારૂ વેંચતો ઈસમો ઝડપાયો
દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. એલસીબી ઝોન-1ની ટીમે ગઇકાલે માર્કેટ યાર્ડ પાસે કટીંગ વખતે દરોડો પાડી એક લાખનો દારૂ અને ત્રણ વાહનો કબ્જે કર્યા હતાં. વધુ એક દરોડામાં માજોઠીનગર-2 માં રહેતાં જીતેશ ગુણવંતભાઇ રાઠોડ (ઉ.વ.33) નામના શખ્સને રૂ.8300 ના દારૂના જથ્થા સાથે પકડી લેવાયો છે. જેમાં 750 એમએલની 12 બોટલો અને 180 એમએલની 35 બોટલો હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. જીતુભા ઝાલાની બાતમી પરથી કબ્જે કરવામાં આવી છે.
ટાંકામાંથી પોલીસે રૂ. 29,160નો દારૂ કબ્જે કર્યો
બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસની ટીમે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ભગતસિંહજી ગાર્ડન નજીક કવાર્ટર પાસે ટાંકામાંથી રૂ. 29,160નો 36 બોટલ દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ વૈશાલીનગરના રાજદિપ ઉર્ફ ભીમો કાનજીભાઇ પઢીયારનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આ શખ્સ અગાઉ પ્ર.નગરમાં દારૂના ગુનામાં પકડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.