તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:રાજકોટમાં મકવાણા પરિવારના ગુમ થવાના મામલે લોન પ્રકરણ સામે આવ્યું, વ્યાજની કોઇ લેતી દેતી ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજયભાઈની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
વિજયભાઈની ફાઈલ તસ્વીર
  • બિલ્ડર પાસેથી વ્યાજના ત્રાસનો આક્ષેપ કરતો પત્ર CPના નામે લખી પરિવાર ગુમ થયો છે

રાજકોટમાં ગઈકાલે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવનાર વિજયભાઈ મકવાણા દ્વારા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પત્ની અને પુત્રી સાથે ઘર છોડીને જતા રહ્યાનો પત્ર પોલીસ કમિશનરને સંબોધીને લખ્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરતા વ્યાજનું નહીં પરંતુ લોનનું પ્રકરણ સામે આવ્યું છે. વિજયભાઈ મકવાણા દ્વારા પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પર વ્યાજની પઠાણી ઉઘરાણીનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જયારે પોલીસ તપાસમાં વિજયભાઈ મકવાણાએ ટયુશનની બિલ્ડીંગ લોન પર લીધી હતી અને તેમાં 30% ના ભાગીદાર માં જે.પી.જાડેજા જોડાયાનું સામે આવ્યું છે.

ભાઇએ ગુમ થયાની અરજી પોલીસમાં કરી.
ભાઇએ ગુમ થયાની અરજી પોલીસમાં કરી.

શું હતો બનાવ
ગઈકાલે કાલાવડ રોડ પર આવેલા પ્રદ્યુમન વિલામાં રહેતા અને પર્સનલ ટ્યુશનનો વ્યવસાય કરતા 40 વર્ષીય વિજય ગોરધનભાઈ મકવાણાએ પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પાસેથી રૂપિયા 2.5 કરોડ વ્યાજે લીધા હતા. હવે પઠાણી ઉઘરાણી શરૂ કરે છે તેવા આક્ષેપ સાથે પોલીસ કમિશનરને સંબોધી પત્ર લખી તેમના પત્ની કાજલ તથા 11 વર્ષીય દીકરી સાથે ઘર છોડીને પરિવાર જતો રહ્યા હતા.વ્યાજે લીધેલા આ રૂપિયાના બદલામાં તેઓએ પ્રદ્યુમન વીલામાં પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો જે. પી. જાડેજાના નામે કરી દીધાનો ઉલ્લેખ કર્યો છે.

વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.
વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.

પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો જે. પી. જાડેજાના નામે કરી દીધાનો પત્રમાં ઉલ્લેખ
આ પત્રોમાં તેઓએ પોતાના પર વીતેલી હકીકત જણાવી છે. ઘરેથી ક્યાંક જતા રહેલા વિજયભાઈના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં તેઓએ વિજયભાઈએ લખેલા પત્રો પણ જમા કારાવ્યા હતા. બીજી બાજુ પત્રમાં વિજયભાઈએ એવુ જણાવ્યું છે કે જો 13 તારીખ સુધીમા તેમની કોઈ ભાળ ન મળે તો ત્રણેયને મરી ગયેલા સમજવા. સાથે જ વિજયભાઈએ લખ્યું કે છે, તેઓ પરિવાર સાથે આપઘાત કરી લેશે. ત્યારે વહેલી તકે સમગ્ર મામલે તપાસ થાય તેવી માગણી વિજયભાઈના ભાઈએ કરી છે.

વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.
વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.

પોલીસ કમિશનરને લખેલો પત્ર અક્ષરશઃ વાંચો
‘આદરણીય પોલીસ કમિશનર સાહેબ, આ પત્ર લખનાર હું વિજય ગોરધનભાઇ મકવાણા. અત્રે જણાવવા માગુ છું કે, મારા કુટુંબના ત્રણ સભ્યો દ્વારા આજ રોજ કરવામાં આવેલા સામૂહિક આત્મહત્યા પાછળ એક વ્યક્તિ જે.પી. જાડેજા (જ્યાતિભાઇ જાડેજા) પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપ જેની વિગત આ પ્રમાણ છે. અમે એક એજ્યુકેટ પરિવાર છીએ. જે છેલ્લા 20 વર્ષથી ટ્યુશન કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા. ધંધાના વિકાસ માટે અમે 2013માં કે.કે.વી હોલની પાસે મોટુ બિલ્ડિંગ બનાવ્યું હતું. જેમાં 33 ટકામાં બાલાભાઈ આંદીપરા પાર્ટનર તરીકે હતા. પરંતુ તેના ભાગે આવતા પૈસાની વ્યવસ્થા ન થતા તેઓ પોતાની પાર્ટનરશીપ તરીકે જોડાય શક્યા નહીં.’

વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.
વિજયભાઇએ પોલીસ કમિશનરને લખેલો પત્ર.
અન્ય સમાચારો પણ છે...