તેલ ના ભાવ:મુખ્ય-સાઈડ તેલમાં રૂ. 60 ઘટ્યા, સિંગતેલમાં ડબ્બો રૂ. 2670નો થયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.1600ની સપાટીએ પહોંચેલું સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1490 થયો

બજારમાં મગફળીની આવકને કારણે હાલ ઓઈલમિલમાં પિલાણનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મગફળીની આવક વધવાથી હાલ કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એક સમયે સિંગતેલ લૂઝનો ભાવ રૂ. 1600 એ પહોંચ્યો હતો. હાલમાં સિંગતેલ લૂઝનો ભાવ રૂ. 1490નો થયો છે. જેમાં 40-50 ટેન્કરના કામકાજ જોવા મળે છે. કપાસિયા વોશમાં રૂ. 1300ના ભાવે 10-15 ટેન્કરના કામકાજ નોંધાયા છે. સોમવારે 40 લાખ કિલો મગફળીની આવક થયા બાદ હજુ તે પડતર મગફળીનો નિકાલ થયો નથી. આથી હજુ નવી આવક બંધ રાખવામાં આવી છે. ગુરુવારે અડદની 1100 ક્વિન્ટલ આવક થઇ હતી.

જેનો ભાવ રૂ. 1191થી 1570 સુધીનો પહોંચ્યો હતો. અત્યારે સૌથી વધુ આવક ચણાની થાય છે. છેલ્લા બે દિવસમાં આ આવક અનુક્રમે 2160 અને 2610 ક્વિન્ટલ થઇ હતી. હાલ ચણાનો ભાવ રૂ. 2511 પ્રતિ મણ યાર્ડમાં બોલાઈ રહ્યો છે. અનાજ વિભાગમાં જોઈએ તો સૌથી ઓછી આવક જુવાર 15 ક્વિન્ટલ, બાજરી 20 ક્વિન્ટલ, ચોળી 12, પાપડી 10, સીંગદાણા 15, અજમો 20, સુવા 25, સૂકા મરચાં 16, રજકાનું બી 20 ક્વિન્ટલ થઈ રહી છે.સામાન્ય રીતે લાભ પાંચમે મુહૂર્તના સોદા પડતાની સાથે જ ખાદ્યતેલમાં ખરીદી નીકળતી હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી કોઇ ખરીદી નીકળી નથી. તેમજ એડવાન્સ બુકિંગનું પ્રમાણ પણ ઓછું છે. તેમ ઓઈલમિલરો જણાવી રહ્યાં છે. ગુરુવારે સિંગતેલનો ડબ્બો 2670, કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2370 અને પામોલીન તેલનો ડબ્બો રૂ. 1635 સુધીનો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...