સહાયની માંગ:લોધિકા પંથકમાં ખેતરમાં ઊભો કપાસ લાલ થઈ સુકાવા લાગ્યો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 જેટલા ગામનો પાક બગડવા લાગ્યો, સહાયની માંગ

લાંબા સમયથી સૌરાષ્ટ્રને ધમરોળતા મેઘરાજાએ છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે. જોકે વરસાદી વિરામ વચ્ચે પણ ખેડૂતોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. સતત પાણીમાં રહેવાના કારણે ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. લોધિકા પંથકના 19 જેટલા ગામમાં ઊભો કપાસ સુકાવા લાગતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.

પાછોતરા વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. પહેલા પૂરનો પ્રકોપ અને બાદ પણ વરસાદી હેલી યથાવત્ રહેતા કેટલાક વિસ્તારોમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા બે દિવસને બાદ કરતા સતત વરસાદ અને વરાપ ન નીકળતા ખેડૂતોને મહામહેનતે તૈયાર થયેલ મહામૂલો પાક બગડવા લાગ્યો છે. મુખ્ય પાક કપાસ અને મગફળી ઉપરાંત કઠોળ પાક પર માઠી અસર વર્તાઈ છે. ત્યારે રાજકોટના લોધિકા પંથકમાં પૂરના પ્રકોપ બાદ જે ખેડૂતોનો પાક બચ્યો છે તે પણ હવે સુકાવા લાગ્યો છે. લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા કપાસનો પાક સુકાવા લાગ્યો છે.

પહેલા છોડ લાલ થયા બાદ મૂળથી આખો છોડ સુકાવા લાગ્યો છે. પાક તૈયાર થવા પર છે તેવા સમયે જ સુકારો આવતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનો પાક બગડીને સુકાવા લાગ્યો છે તે પણ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યાં છે.ખીરસરાના ખેડૂતે જણાવ્યું હતું કે, પૂરના પ્રકોપથી પાક બચી જતા થોડા ઘણા ઉત્પાદનની આશા હતી, પરંતુ વરસાદે વિરામ ન લેતા 10 વીઘામાં ઊભો કપાસ લાલ થવા લાગ્યો હતો. થોડા દિવસમાં જ આખા છોડ સુકાવા લાગ્યા. અઠવાડિયામાં તમામ કપાસ સુકાય ગયો છે.

અન્ય સમાચારો પણ છે...