સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં પતિનું કોરોનાને કારણે અવસાન થતા 'તુ દિલ્હીથી કોરોના લઈ આવી છો' કહી પરપ્રાંતીય વિધવા પુત્રવધૂ પર સાસુ અને નણંદનો ત્રાસ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિધવા મુળ દિલ્હીની વતની છે, પતિના મૃત્યુ બાદ રૂ.30 લાખની પોલિસીની રકમ સાસુએ હડપી લીધી
  • સાસરિયા વારંવાર ઘર ખાલી કરવા દબાણ કરતા હતા, પોલીસે કાર્યવાહી ન કરતા કલેકટરને રજૂઆત કર્યા બાદ ગુનો દાખલ

રાજકોટમાં પતિનું કોરોનાને કારણે અવસાન થતા 'તુ દિલ્હીથી કોરોના લઈ આવી છો' કહી પરપ્રાંતીય વિધવા પુત્રવધૂ પર નણદોયા બાલાજી, નણંદ અસ્વતીબેન અને સાસુ સૌદામીનીબેન સોમરાજન પનીકર વિરૂધ્ધ પોતાને ત્રાસ આપ્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે. તેણે આ મુદ્દે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરતી હોવાના મુદ્દે કલેકટરને રજુઆત કરી હતી જેને પગલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

વિધવા બે વર્ષની પુત્રી સાથે રહે છે
આ અંગે રૈયા ગામમાં પરશુરામ મંદિર રોડ પર ફોર્ચ્યુન વિલામાં રહેતી 28 વર્ષીય વિધવા ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મુળ દિલ્હીની વતની છે. ત્રણેક વર્ષ પહેલા દિલ્હી ખાતે જ્ઞાતીના રીતી-રીવાજ મુજબ લગ્ન થયા હતા. અને હાલ તેની બે વર્ષની પુત્રી સાથે રહે છે. લગ્ન બાદ તે પતિ સાથે હાલ જયાં રહે છે તે મકાનમાં રહેવા આવી હતી. ગઈ તા. 11.05.2021 ના રોજ તેના પતિ સંજયનું કારાનાને કારણે તેના અવસાન થયું હતું.

નણંદ, નણદોયા તેના ઘરની બાજુમાં જ રહે છે
વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, પતિના અવસાનના ત્રણેક દિવસ બાદ ત્રણેય આરોપીઓએ મને એમ કહેવાનું શરૂ કર્યું હતું કે, તુ સંજયને દિલ્હી લઈ ગઈ હતી ત્યાંથી કોરોના લઈ આવી જેને કારણે તેનું મૃત્યુ થયું છે. આ રીતે તેને શારિરીક માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. નણંદ, નણદોયા તેના ઘરની બાજુમાં જ રહે છે. તેને કોરોના થતા સાસુ તેની સાથે રહેવા ગયા હતા.

પતિના મૃત્યુ બાદ રૂ.30 લાખની પોલીસીની રકમ સાસુએ હડપી લીધી
વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓ એમ કહેતા હતા કે સંજયને 57 લાખનું દેણું છે, જે અમારે ભરવાનું છે. તું આ મકાન ખાલી કરી દિલ્હી જ રહે. આ મુદ્દે તેને ખુબ જ માનસીક ત્રાસ જ આપતા હતા. જેને કારણે તે ડરી જતા પિયર દિલ્હી જતી રહી હતી. જયાં બે મહિના રોકાઈ હતી. પાછળથી તેને ત્રણેય આરોપીઓ પતિનું મકાન વેંચી નાખશે તેવી ચિંતા સતાવતા રાજકોટ આવી ગઈ હતી. આવીને ઘરે જોયું તો ટીવીના વાયર કાઢી નખાયા હતા. લગ્ન પહેલા તેના પતિએ 30 લાખની પોલિસી લીધી હતી. જેમાં નોમીની તરીકે તેના સાસુનું નામ હતું. પતિના મોત બાદ સાસુએ આ રકમ લઈ લીધી હતી. તેને કાંઈ આપ્યું ન હતું. તે પૈસા માંગે ત્યારે સાસુ અવાર-નવાર ઝઘડો કરી ત્રાસ આપતા હતાં.

'નોકરી નહી કરવા દઈએ' સાસરિયા તેવી ધમકી આપતા હતા
વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, એટલુ જ નહી ત્રણેય આરોપીઓ તેને મકાન ખાલી કરી દિલ્હી જતા રહેવાનું અને તેની પુત્રીને દતક લઈ લેવાનું કહી અન્યથા તેને રહેવા જેવી નહી રાખી તેવી ઉપરાંત કયાંય નોકરી નહી કરવા દઈએ તેવી ધમકી આપતા હતા. પોતાના સમાજમાં પણ આ બાબતે તેણે રજુઆત કરતા ત્રણેય આરોપીઓએ અમારે સમાજ સાથે કોઈ લેવાદેવા નથી તેમ કહી સમાધાનનો ઈન્કાર કરી દીધો હતો.સાથોસાથ તારા કારણે જ અમારા દીકરાનું અવસાન થયું છે તેવા મેણાટોણા પણ માર્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલાની આ ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.