તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાનો ત્રાસ:રાજકોટની પરિણીતાએ પુત્રીને જન્મ આપતા સાસરિયાનો ત્રાસ, સાસુએ ચોટલો પકડી ઘરની બહાર કાઢી મૂકી, ફરિયાદ નોંધાઇ

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
  • સાસુ કહ્યું-તું કંઈ લાવી નથી, જેઠાણી જો કેટલો કરિયાવર લાવી છે

રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક પરિણીતાએ શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગે સુરત રહેતા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, ‘જેઠાણી જો કેટલો કરિયાવર લાવી છે’ એમ કહીને સાસુએ ચોટલો પકડી ઘરની બહાર કાઢી મૂકી હતી.

સાસુ ચોટલો પકડી ઘરમાંથી કાઢી મુકતા હતા
શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ભારતીનગરમાં રહેતા હેતલબેન ઠાકોર નામની પરિણીતાએ સુરત રાંદેર રોડ ઉપર રહેતા પતિ ધવલ અશ્વિનભાઈ ઠાકોર અને સાસુ વર્ષાબેન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2011માં તેના લગ્ન થયા હતા. સંતાનમાં બે દીકરી છે. છેલ્લા 4 મહિનાથી મહિલા તેના માવતર સાથે છે. લગ્ન બાદ સાસુ દરરોજ ત્રાસ ગુજારતા હતા અને ચોટલો પકડી ઘરમાંથી કાઢી મુકતા હતા.

પતિએ પણ છુટ્ટાછેડાની ધમકી આપી હતી
સાસુના ત્રાસથી કંટાળીને ફરિયાદ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, સાસુ, તું કઈ લાવી નથી, તારી જેઠાણી જો કેટલો કરિયાવર લાવી છે. તેમ કહી મેણાંટોણાં મારતા હતા. તું કંઈ નથી લાવી તેમ કહી ગર્ભવતી હોવા છતાં ઝઘડો કરતા હતા. પુત્રીનો જન્મ થતા તે બાબતે ત્રાસ આપતા હતા. જેથી અલગ રહેવા જતા પતિએ પણ ત્રાસ આપી મારકૂટ કરી છુટ્ટાછેડાની ધમકી આપી હતી.

મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી
પુત્રી પર થતા અત્યારચાર અંગે વાત કરતા મહિલાએ જણાવ્યું હતું કે, પતિ ઘણીવાર પુત્રી ઉપર પણ હાથ ઉપાડી લેતા હતા. હું બીજીવાર ગર્ભવતી બની ત્યારે ડિલિવરી ક્યાં કરવી તે બાબતે પતિએ ઝઘડો કરી હેરાન કરી હતી. એટલું જ નહિ તું મરી જ હું તને અને તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો