ફરિયાદ:રાજકોટની પરિણીતાને કરિયાવર મુદ્દે સાસરિયાંનો ત્રાસ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલાના બેભાન હાલતમાં મોત નીપજ્યા

સાસરિયાઓ દ્વારા યેનકેન પ્રકારે ત્રાસ આપવાના બનાવો રોજિંદા બની ગયા છે. ત્યારે વધુ એક બનાવની બે મહિનાથી ભગવતીપરા, રામપાર્ક-1માં માવતરે રહેતી સુજાન નામની પરિણીતાએ ગ્રામલક્ષ્મી સોસાયટીમાં રહેતા પતિ આરિફ હબીબભાઇ ચૌહાણ, સસરા હબીબભાઇ, સાસુ વહીદાબેન, જેઠ હનિફભાઇ, જેઠાણી અફસાનાબેન, નણંદ અનિષાબેન અને નણંદોઇ આસિફભાઇ દિલાવરભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સુજાનના લગ્ન પાંચ મહિના પહેલા આરિફ સાથે થયા છે.

લગ્નના થોડા સમય બાદ જ સાસરિયાઓએ ઘરકામ મુદ્દે ઝઘડા કરી માર મારવાનું તેમજ કરિયાવર મુદ્દે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ સહિતનાએ અસહ્ય ત્રાસ આપતા અઢી મહિના પહેલા પિયર આવી ગઇ હતી. સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.અન્ય એક બનાવમાં શહેરમાં બે મહિલાના બેભાન હાલતમાં મોત નીપજ્યા હતા.

ભિસ્તીવાડમાં મોરબી હાઉસ પાસે રહેતા ફરિદાબેન યાસીનભાઇ અઘામ શનિવારે રાત્રે ઘરે બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. તેમજ રણછોડબાપુના આશ્રમ પાસેની ચામુંડા સોસાયટીમાં રહેતા જયાબેન વિનુભાઇ કારેણા રવિવારે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને પણ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...