તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમંજસ:રાજકોટમાં કોરોના કેસોમાં આંશિક રાહત પરંતુ ગંભીર દર્દીઓ-મોતનું પ્રમાણ આજે પણ યથાવત, 11 દિવસમાં 665 દર્દીના મોત

રાજકોટ3 મહિનો પહેલા
11 દિવસમાં 665ના મોત થયા.
  • બેડની ફરિયાદો ઘટી, ICU, વેન્ટિલેટર હજુ પણ હાઉસફૂલ

રાજકોટમાં કોરોનાના મોડરેટ કેસોમાં આંશિક રાહત થયાનું સરકારી તંત્રના ચોપડે આપવામાં આવતા આંક મુજબ જોઇ શકાય છે. કોરોના થયા બાદ કોરોના મટવો સરળ છે પરંતુ સમયસર સારવાર અને તકેદારી ન લેતા ફેફસાંમાં ઈન્ફેક્શન, લોહીના ગઠ્ઠા જામવા જેવા લક્ષણોનું પ્રમાણ વધે તો તેમાં અનેકના જીવ પણ જાય છે તેની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. ગંભીર દર્દીઓ અને મોતનું પ્રમાણ આજે પણ યથાવત છે. છેલ્લા 11 દિવસમાં 665 દર્દીના મોત થયા છે.

સિવિલ હોસ્પિટલમાં 800 પૈકી મોટાભાગના બેડ ફૂલ
એક મહિના પછી પણ હોસ્પિટલોમાં બેડની સ્થિતિમાં આંશિક રાહત માની શકાય છે. આજે પણ સિવિલ હોસ્પિટલમાં 800 પૈકી મોટાભાગના બેડ ફૂલ રહે છે. જ્યારે ઓક્સિજનની તંગી થોડા અંશે હળવી થયાનું જણાય રહ્યું છે. પરંતું હજુ પણ આઈ.સી.યુ. અને વેન્ટિલેટર હાઉસફૂલ છે અને તે મળવા મૂશ્કેલ છે. આ કારણે જો કોઈ કોરોનાથી ગંભીર બને તો જીવ બચાવવા તત્કાલ સારવાર હજુ પણ એટલી જ મૂશ્કેલ છે. આને પગલે મોતનો સિલસિલો આજેય જારી રહ્યો છે.

3000થી વધુ લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ
કોરોનાના નવા કેસોમાં હજુ કોઈ રાહતના અણસાર નથી, ગઇકાલે રાજકોટ શહેરમાં 570 કેસ થયા છે અને 3000થી વધુ લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કુલ કેસનો આંકડો 36 હજારને પાર પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ એટલે કે મનપાના ટેસ્ટમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ 8 ટકા જાહેર થયું છે. પરંતુ લેબોરેટરી, સિવિલમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવનારામાં મોટાભાગના આજે પણ સંક્રમિત થાય છે અને ઘટાડો નજીવો છે. જે ગમે ત્યારે વધારો થઈ શકતો હોય છે જે પણ એક ચિંતાનો વિષય છે.

સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઇન ગાયબ.
સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઇન ગાયબ.

છેલ્લા 11 દિવસમાં રાજકોટ કોવિડ હોસ્પિટલમાં 665 દર્દીના થયા મૃત્યુ

તારીખમોતની સંખ્યા
27 એપ્રિલ76
28 એપ્રિલ53
29 એપ્રિલ66
30 એપ્રિલ57
01 મે69
02 મે65
03 મે72
04 મે76
05 મે62
06 મે62
07 મે59
અન્ય સમાચારો પણ છે...