• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Khodaldham Temple, On The Occasion Of Dhanteras Festival, 14 People Prepared Rangoli From 85 Kg Of Grains And Pulses After A Struggle Of 6 Hours.

અનોખી રંગોળી:ખોડલધામ મંદિરમાં ધનતેરસના પર્વને અનુલક્ષીને 14 લોકોએ 6 કલાકની જહેમત બાદ 85 કિલો અનાજ-કઠોળમાંથી રંગોળી તૈયાર કરી

રાજકોટએક મહિનો પહેલા
  • આ રંગોળી તૈયાર કરવા માટે 30 કિલો ચોખા, 25 કિલો ઘઉં, 12 કિલો અડદ, 12 કિલો મગ અને 4 કિલો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે

દિવાળીના તહેવારમાં રંગોળીનું ખાસ મહત્વ હોય છે. લોકો પોતાના ઘરના આંગણે વિવિધ રંગબેરંગી રંગોળી બનાવતાં હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિર ખોડલધામ ખાતે આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. અનાજ અને કઠોળમાંથી તૈયાર કરવામાં આવેલી આ અનોખી રંગોળી મંદિરે આવતા દર્શનાર્થીઓ નિહાળી રહ્યા છે.

અનાજ અને કઠોળમાંથી આકર્ષક રંગોળી બનાવવામાં આવી
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલી વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ધનતેરસના દિવસે મંદિર પરિસરમાં સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી છે. મંદિર પરિસરના મુખ્ય પ્રવેશ દ્વાર અને મુખ્ય મંદિરની વચ્ચે આવતાં સર્કલ ખાતે અનાજ અને કઠોળમાંથી આકર્ષક રંગોળી બનાવવામાં આવી છે. શ્રી ખોડલધામ વંથલી કન્વીનર વિનુભાઈ મોણપરા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત બાદ વિવિધ અનાજ અને કઠોળમાંથી આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

આશરે 85 કિલો અનાજ-કઠોળનો ઉપયોગ
ખોડલધામ મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવેલી આ રંગોળીમાં પાંચ પ્રકારના અનાજ અને કઠોળનો ઉપયોગ થયો છે. આ રંગોળી તૈયાર કરવા માટે 30 કિલો ચોખા, 25 કિલો ઘઉં, 12 કિલો અડદ, 12 કિલો મગ અને 4 કિલો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આશરે 85 કિલો અનાજ અને કઠોળમાંથી આ રંગોળી તૈયાર કરાઈ છે. રંગોળીની વચ્ચે શિવલિંગ મૂકવામાં આવી છે. આશરે 14 લોકોએ સતત 6 કલાકની મહેનત બાદ 15 ફૂટ પહોળી અને 15 ફૂટ લંબાઈની આ સુંદર મજાની રંગોળી બનાવી છે. હાલ આ રંગોળીને મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ અનોખી રંગોળી નિહાળીને દર્શનાર્થીઓ પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

(દિપક મોરબીયા, વીરપુર)

અન્ય સમાચારો પણ છે...