પીએમ રિપોર્ટ:ખીરસરામાં 5 ગાયનાં મોત વેસ્ટ ફૂડ ખાવાથી થયા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લામાં એંઠવાડ, ફૂડ ફેંકવા પર પ્રતિબંધ મુકાશે

લોધિકાના ખીરસરા ગામે 5 ગાયનાં ભેદી મોત થયા હતાં. ગાયોનાં મોતનું કારણ જાણવા પશુપાલન વિભાગ દ્વારા પીએમ કરાવ્યુ હતું. જેમાં વેસ્ટ ફૂડ ખાવાથી 5 ગાય મોતને ભેટી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. લોધિકાના પશુપાલન અધિકારી ડો. સાવલિયાના જણાવ્યા મુજબ વેસ્ટ ફૂડ ખાવાથી ગાયોને એસિડોસિસની અસર થતાં મોતને ભેટી હતી.

જોકે બીજી તરફ પશુપાલક કનુભાઈનું કહેવું છે કે, અમે ગાયોનાં મોતનો પીએમ રિપોર્ટ પશુપાલન અધિકારી પાસે માગ્યો હતો. પરંતુ પીએમ રિપોર્ટ દેવાનો ઈનકાર કર્યો હતો. બીજા પશુઓનાં મોત ન થાય તે માટે હવે ગ્રામપંચાયત ખુલ્લામાં રેસ્ટોરન્ટોનો એંઠવાડ કે વેસ્ટેજ નાખવા પર પ્રતિબંધ મુકશે. જો કોઈ ફૂડ નાખશે અને આવી ઘટના બનશે તો તેની સામે કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...