તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:રાજકોટના કાળીપાટમાં 14 વર્ષના તરૂણે પાણી ભરેલા ખાડામાં ઢોરને બહાર કાઢવા લાકડીનો ઘા કર્યો, લાકડી દૂર જતા પાણીમાં ઉતર્યો અને ડૂબી જતા મોત

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતદેહનું પીએમ કરાયું. - Divya Bhaskar
મૃતદેહનું પીએમ કરાયું.
  • મૃતક તરૂણ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો

ભરપૂર વરસાદને કારણે સર્વત્ર નદીનાળા છલકાઇ ગયા છે. તળાવો, ગામમાં આવેલા પાણીનાં ખાડા પણ છલોછલ થઇ ગયા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કાળીપાટ ગામમાં ગઇકાલે 14 વર્ષનો સાહિલ ધર્મેશભાઇ લુણકીયાનું પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ખાડામાં ઢોર બેઠા હોય તેને બહાર કાઢવા તેણે લાકડીનો ઘા કર્યો હતો. ઢોર નીકળી ગયા બાદ પોતાની લાકડી લેવા તે પાણીમાં ઉતરતાં ડૂબી ગયો હોવાનું બહાર આવ્યું હતું.

સાહિલ બે મિત્રો સાથે રમતો હતો
પ્રાપ્ત વિગત મુજબ ત્રંબાના કાળીપાટ ગામે હનુમાનજીના મંદિર પાસે રહેતાં ધર્મેશભાઇ લુણકીયાનો પુત્ર સાહિલ બે મિત્રો સાથે ગઇકાલે બપોર બાદ ગામના ભાવનગર રોડ પર વાડીની બાજુમાં પાણીના ખાડા પાસે રમતાં હતાં. આ વખતે સાહિલે પાણી ભરેલા ખાડામાં ઢોર બેઠા હોય તેને બહાર કાઢવા પોતાની પાસે રહેલી લાકડીનો ઘા કર્યો હતો.

બે મિત્રો ગભરાયને ભાગી ગયા હતાં
ઢોર તો બહાર આવી ગયા હતાં પણ લાકડી પાણીના વ્હેણમાં દૂર જતી રહી હતી. સાહિલ આ લાકડી લેવા માટે પાણીમાં ઉતર્યો ત્યારે ડૂબવા માંડ્યો હતો. આ જોઇ સાથેના બે મિત્રો
ગભરાયને ભાગી ગયા હતાં. એ પછી ભરતભાઇ નામના વ્યકિત પસાર થતાં તેણે સાહિલને ડૂબેલો જોતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં પીએસઆઇ એમ.જે. રાઠોડે ફાયર બ્રિગેડ અને 108ને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો હતો
ફાયર બ્રિગેડની ટીમે સાહિલને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો. જેને 108ના ઇએમટી દિવ્યાબેને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમના એએસઆઇ વી.બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃત્યુ પામનાર સાહિલ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...