• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Just Two Days After The Completion Of The Election, The Number Of Cases Doubled, Rajkot Municipal Corporation In Action Mode, Bus Stand, Railway, Airport Corona Tests

ગ્રાઉન્ડ રિપોર્ટ:ચૂંટણી પુરી થતા બે જ દિવસમાં કેસની સંખ્યા ડબલ, રાજકોટ મનપા એક્શનમાં મોડમાં, બસસ્ટેન્ડ, રેલવે, એરપોર્ટ પર કોરોના ટેસ્ટ શરૂ

8 મહિનો પહેલા
  • રાજકોટમાં સંક્રમણમાં વધારો થતા તંત્ર દોડ્યું
  • હોટસ્પોટ વિસ્તારોમાં વધુ પગલા લેવાશે
  • વેસ્ટ ઝોનમાં વધુ ખતરો, ડોર ટુ ડોર ટેસ્ટિંગ માટે 1800 કો-ઓર્ડિનેટરની ટીમ કાર્યરત

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. બુધવારે શહેરમાં 59 પોઝિટિવ અને જિલ્લામાં 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાના કેસમાં વધારો થતા ફરી રાજકોટમાં બસપોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકેાટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 19981 થઇ છે, જ્યારે જિલ્લામાં 6973 છે. છેલ્લા બે દિવસમાં કેસની સંખ્યા વધીને ડબલ થઇ છે. બસપોર્ટ પર આજે બે મુસાફરના ટેસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ડોર ટુ ડોર ટેસ્ટિંગ માટે 1800 કો-ઓર્ડીનેટર કાર્યરત
પોઝિટિવ કેસમાં છેલ્લા બે દિવસથી વધારો થતાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને ફરી વખત એન્ટીજન ટેસ્ટિંગની કામગીરી વધુ તેજ બનાવી આજથી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર આવતા તમામ પેસેન્જરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ડોર ટુ ડોર ટેસ્ટિંગની કામગીરી માટે 1800 કો-ઓર્ડીનેટરને ફરી કાર્યરત કરાયા છે.

બહારથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે
બહારથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે

રિકવરી રેટ વધુ હોય ચિંતાનું કોઈ કારણ નથી- મ્યુનિ. કમિશનર​​​​​​​
મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન સભાઓ તેમજ અન્ય સ્થળોએ લોકો વધુ એકઠા થતાં હોય છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જેની સામે રિકવરી રેટ વધુ હોય ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ, મહામારી વધુ ફેલાય નહીં તે માટે ડોર ટુ ડોર ટેસ્ટિંગની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. દરેક વોર્ડના પ્રભારી સાથે ગઈકાલે મિટિંગ યોજવામાં આવી હતી. ત્યારબાદ વોર્ડ વાઈઝ કો-ઓર્ડીનેટરને ટેસ્ટિંગની કામગીરી સોંપવામાં આવી છે. આજથી 1800 કો-ઓર્ડીનેટર દ્વારા વોર્ડ વાઈઝ ડોર ટુ ડોર કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ​​​​​​​

હોટસ્પોટ વિસ્તારોમાં વધુ પગલા લેવામાં આવશે
બહારથી આવતા મુસાફરોનું સમયસર ટેસ્ટિંગ થઈ શકે તે માટે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર આજ સવારથી એન્ટીજન ટેસ્ટિંગની કામગીરી આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા શરૂ કરવામાં આવી છે. કમિનરે વધુમાં જણાવ્યું હતું કે, વેસ્ટ ઝોનના અમૂક વિસ્તારોમાં પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. આથી એક્શન હોટસ્પોટ અંગે સમીક્ષા કરી આ વિસ્તારોમાં વધુ પગલા લેવામાં આવશે. સાથો સાથ કોરોના એન્ટિજન ટેસ્ટિંગની કામગીરી પણ વધુ ઝડપી બનાવવામાં આવશે. ગઈકાલે યોજાયેલી મિટીંગમાં દરેક વોર્ડના પ્રભારીઓને પોતાના વોર્ડની રોજે રોજની એન્ટીજન ટેસ્ટની કામગીરીની જવાબદારી સોંપી દરરોજ રિવ્યુ આપવાની સૂચના આપવામાં આવી છે.​​​​​​​

સિનિયર સિટીઝનને પ્રથમ અગ્રતા
રાજકોટ શહેરમાં મનપાની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોના મહામારીએ માથુ ઉંચક્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરી વખત ડોર ટુ ડોર એન્ટીજન ટેસ્ટીંગની સાથો સાથ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ઉપર આવતા મુસાફરોનો પણ કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. ત્યારે ડોર ટુ ડોર સર્વે દરમિયાન સિનિયર સિટીઝનોનો પ્રથમ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. તેમજ અન્ય પ્રકારની ગંભીર બિમારી હોય તેવા લોકોને ટેસ્ટીંગમાં અગ્રતા આપવામાં આવશે.​​​​​​​

વિદેશથી આવતા લોકોની સ્ક્રીનિંગ શરુ છે - આરોગ્ય અધિકારી
કોરોના કેસ વધવાનો મામલે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, મહાનગર પાલિકા દ્વારા બહારથી આવતા લોકો માટે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે, સ્ટ્રેઇન રાજકોટમાં દાખલ ન થાય એ માટે USA , UK , સાઉથ આફ્રિકા અને બ્રાઝીલથી આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર અને અન્ય જગ્યાએ સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેમને કોરોન્ટાઇન પણ કરવામાં આવશે.

ગંભીર બિમારી હોય તેવા લોકોને ટેસ્ટીંગમાં અગ્રતા આપવામાં આવશે.
ગંભીર બિમારી હોય તેવા લોકોને ટેસ્ટીંગમાં અગ્રતા આપવામાં આવશે.

છેલ્લા ચાર દિવસમાં કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો
​​​​​​​
ઉલ્લેખનીય છે કે બુધવારે શહેરમાં 59 અને જિલ્લામાં 9 મળી કુલ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. 23 તારીખના રોજ 44 પોઝિટિવ કેસ નોંધાયા હતા, 22 તારીખના રોજ 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા, 21 તારીખના રોજ માત્ર 16 જ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 20 તારીખના રોજ 20 જ પોઝિટિવ કેસ નોંધાયા હતા આમ છેલ્લા 3 દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યામાંથી હાલ 122 સારવાર હેઠળ છે અને બુધવારે 22 દર્દીને રજા આપવામાં આવી હતી. હવે જોવાનું એ છે કે આ બેકાબૂ કોરોનાને રાજકોટ વહીવટી તંત્ર કંઈ રીતે કાબુમાં લેશે.

અન્ય સમાચારો પણ છે...