ઢોર પકડ ઝુંબેશ:પાંચ દિવસમાં જ 222 ઢોર રસ્તા પરથી ડબ્બે પૂરી દીધા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રઝળતા ઢોરને પકડવા આદેશ છૂટતા કર્મચારીઓ કામે લાગ્યા

રાજકોટ મહાનગરપાલીકાની એનિમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગે તા. 10થી 15 દરમિયાન એટલે કે 5 જ દિવસમાં રસ્તા પર રખડતા 222 રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બે મોકલી દીધા છે. રાજકોટ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ છે પણ કોઇને કોઇ કારણોસર પદાધિકારીઓ આ કામગીરી અટકાવીને રાખી છે પણ હવે રખડતા ઢોર પકડવાનો છુટ્ટો દોર મળ્યો છે. જેને લઈને પાંચ જ દિવસમાં 222 ઢોર પકડ્યા છે અને હજુ પણ વધુમાં વધુ ટીમને કામે લગાડવામાં આવશે.

હાલ જે ઢોર પકડ્યા છે તેમાં પેડક રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ, ભગવતીપરા વિસ્તાર માર્કેટીંગ યાર્ડ, આર.ટી.ઓ.પાસેથી 43 પશુ, કોઠારીયા રોડ, બાપુનગર, કેદારનાથ, પ્રદ્યુમન પાર્ક વિસ્તાર 37 પશુ, રૈયાધાર, ગાંધીગ્રામ, લાખનોબંગલો, એરપોર્ટ રોડ, અયોધ્યા ચોક વિસ્તારમાંથી 18, કટારીયા ચોક, ઇસ્કોન મંદિર, મવડી હેડક્વાર્ટર્સ, ખોડીયાર નગર, સમ્રાટ ઇન્ડ. વિસ્તારમાંથી 28, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, વાણીયાવાળી મેઈન રોડ પરથી 7 જ્યારે નાગેશ્વર સોસાયટી, બાપાસીતારામ ચોક, રેલનગર કર્ણાવતી સ્કુલ પાસેથી 17 પશુનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...