શ્વાનની હત્યાના LIVE દૃશ્યો:જેતપુરમાં બે શખસે લોખંડના પાઇપથી બેરહેમીપૂર્વક શ્વાનને મોતને ઘાટ ઉતાર્યું, CCTV વાઇરલ થતા બન્નેની ધરપકડ

રાજકોટ20 દિવસ પહેલા
  • 2 જૂનના રોજ બન્ને શખસે શ્વાનની હત્યા કરતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સારણ નદીના પુલ નજીક પેટ્રોલ પંપ પાસે બે અજાણ્યા શખસે એક શ્વાનને બેરહેમીથી લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતાર્યું હતું. આ બનાવ 2 જૂનના રોજ બન્યો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સીસીટીવી વાઇરલ થતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. પોલીસે આજે શ્વાનની હત્યા કરનારા બંને આરોપી બાવકુ ચારોલ અને નાજા વાઘેલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નાયરા પેટ્રોલ પંપ પાસેની ઘટના
પ્રાપ્ત વિગત મુજબ શહેરના સારણ નદીના પુલ પાસે દેરડી રોડ બાજુ નાયરા પેટ્રોલ પંપ પાસે આ બંને આરોપીએ એક શ્વાનને લોખંડના પાઇપ વડે બેરહેમીથી એટલી હદે માર માર્યો કે શ્વાનનું ત્યાં જ મોત થયું હતું. શ્વાનની હત્યાને દર્શાવતા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ વાઇરલ સીસીટીવીને પગલે જીવદયા પ્રેમીઓમાં હત્યારાઓ સામે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. હત્યારાઓ સામે કડક પગલાની માગણીને પગલે પોલીસ પણ આ અંગે જાગૃત થઈને હત્યારાઓ સામે તપાસ હાથ ધરી હતી.

લોખંડના પાઇપ સાથે બંને શખસ શ્વાન પર તૂટી પડ્યા હતા.
લોખંડના પાઇપ સાથે બંને શખસ શ્વાન પર તૂટી પડ્યા હતા.

શ્વાન 3-4 લોકોને કરડ્યું હોવાની ચર્ચા
આ અંગે તપાસ કરનાર ASI મજનુભાઈ મેનાતે જણાવ્યું હતું કે, અમે શ્વાનના હત્યારા અંગે સીસીટીવી ફૂટેજ અને બનાવસ્થળની આજુબાજુના વેપારીઓના નિવેદનના આધારે તપાસ હાથ ધરી હતી. શ્વાનની હત્યા કરનાર બાવકુ ચારોલ અને નાજા વાઘેલાની ધરપકડ કરી છે. તેમજ બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. શ્વાનની હત્યાના કારણ અંગે ચર્ચાતી વિગત મુજબ શ્વાન 1 જૂનના રોજ 3-4 લોકોને કરડ્યું હતું. જેને કારણે તેની હત્યા કરી નાખી હતી.

પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી.
પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી.
પાઇપના ઘા પડતા શ્વાન તરફડિયા મારતું રહ્યું અને અંતે મોતને ભેટ્યું.
પાઇપના ઘા પડતા શ્વાન તરફડિયા મારતું રહ્યું અને અંતે મોતને ભેટ્યું.
અન્ય સમાચારો પણ છે...