તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ-કોંગ્રેસ આમને સામને:જેતપુરમાં મંત્રી જયેશ રાદડિયા અને શહેર કૉંગ્રેસ પ્રમુખ વચ્ચે બોલાચાલી કહ્યું - અહીં શું કામ પત્તર ઠોકવા આવો છો, ભાજપ-કોંગ્રેસ નહીં કરવાનું સેવાનું કામ છે

જેતપુરએક મહિનો પહેલા
  • કોંગ્રેસનું અહીં કઈ નથી ચાલતું, તમારાથી થાય તો હોસ્પિટલ ચાલુ કરો - જયેશ રાદડિયા

કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે સમગ્ર રાજકોટ જિલ્લામાં વિવિધ જગ્યાએ કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે ત્યારે આજે જેતપુર ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને જેતપુર શહેર કૉંગ્રેસ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હિરપરા કોવિડ સેન્ટરમાં પૈસા લેવામાં આવે છે. એ વખતે જયેશ રાદડિયાએ ઉગ્ર થઈને કહ્યું હતું કે- અહીં શું કામ પત્તર ઠોકવા આવો છો, ભાજપ-કોંગ્રેસ નહીં કરવાનું આ સેવાનું કામ છે

કોંગ્રેસનું અહીં કઈ નથી ચાલતું, તમારાથી થાય તો હોસ્પિટલ ચાલુ કરો
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દાવા પ્રમાણે હિરપરા કોવિડ સેન્ટરમાં પૈસા લેતા હોવાની ફરિયાદ મળતા શહેર પ્રમુખ મુલાકાતે ગયા હતા. આ દરમ્યાન ભાજપના મંત્રી જયેશ રાદડિયા ગુસ્સે થયા હતાં અને કહ્યું હતું કે અહીં આવવાની જરૂર નથી કોઈ એક રૂપિયો લેતું નથી. કોંગ્રેસની હિંમત હોય તો 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરી બતાવે. હોસ્પિટલ ચાલુ કરે. અહીં આવીને ભાજપ-કોંગ્રેસ કરવાનું બંધ કરો

નિકળ અહીંથી, તમારી પાસે બીજું કામ જ નથી - જયેશ રાદડિયા
વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૈસે આ કેર સેન્ટર ચાલે છે ? મારા પૈસે અને જેતપુટના ઉદ્યોગપતિઓના પૈસે આ કેર સેન્ટર ચાલે છે. ત્યારે પ્રતિકાર કરતા કોંગી આગેવાને કહ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે આ ભાઈ બોલશે ત્યારે વધુ ઉગ્ર થઈને જયેશ રાદડિયાએ કહ્યું હતું કે,નિકળ અહીંથી , તમારી પાસે બીજું કામ જ નથી. આ સાંભળીને વિલે મોઢે કોંગી આગેવાનો જતા રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...