તાલિબાની સજા:જેતપુરમાં ત્રણ સંતાનની માતા કુંવારા યુવક સાથે નાસી જતા સાસરિયાએ બન્નેને માર મારી નાક-કાન કાપી ગુપ્તભાગે ડામ આપી મુંડન કર્યા

રાજકોટએક મહિનો પહેલા
યુવક અને પરિણીત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
યુવક અને પરિણીત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
  • બન્નેનું અપહરણ કરી ઢોર માર મારીને સોમનાથ દરિયા કિનારે ફેંકી દેવાયા

જેતપુરમાં આડા સંબંધ રાખનારાને તાલિબાની સજા આપવામાં આવી હતી. ત્રણ સંતાનની માતા ફુંવારા યુવક સાથે નાસી ગયા હતાં. બાદમાં પરિણીતાના સાસરિયાઓના હાથે બન્ને લાગી જતાં અપહરણ કરી બાંધી લાકડાના ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિણીતાના નાક, કાન કાપી બંન્નેને ગુપ્ત ભાગે ડામ આપી મુંડન કરી બેભાન અવસ્થામાં સોમનાથ દરિયા કાંઠે ફેંકી દેવામાં આવ્યાં હતાં.હાલ સમગ્ર મામલે બન્નેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને પાડોશી યુવક સાથે આંખ મળી ગયેલી
શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી મંગીબેન(નામ બદલેલ છે) ત્રણ સંતાનોની માતા છે. તેમને પડોશમાં જ રહેતા તેમની જ જ્ઞાતિના ફુંવારા યુવક સાથે આંખ મળી ગઈ હતી. જેથી હવે બંન્ને ઘરેથી નાસી ગયા હતાં. એક મહિના સુધી ફર્યા બાદ પૈસા ખતમ થઈ જતાં ગતરોજ બંને જેતપુર પરત આવ્યા હતાં. જેની જાણ મહિલાના સાસરિયા પક્ષને થતાં તેઓએ બંને જે જગ્યાએ હતાં ત્યાં પહોંચી બંન્નેને વારાફરતી ઝડપી પ્રથમ સ્થળ પર જ માર મારી પોતાની સાથે એક ગાડીમાં હાથ બાંધી અપહરણ કરી ગયાં હતાં.

મહિલાની પાડોશમાં જ યુવક રહેતો હતો.
મહિલાની પાડોશમાં જ યુવક રહેતો હતો.

તાલિબાની સજા અપાઈ
અપહરણ કર્યા બાદ તાલિબાની સજા અપાઈ હતી. શહેરના જુદાજુદા અવાવરું જગ્યાએ બંને લઈ જઈ બાંધીને લાકડાના ધોકા તેમજ પ્લાસ્ટિકની નળીથી ઢોર માર માર્યો અને આટલાથી પણ ન અટકી લોખંડની કોંસ તેમજ એક રૂપિયાનો સિક્કો ગરમ કરી બંનેને શરીરના ગુપ્ત ભાગે તેમજ અન્ય ભાગે ડામ આપ્યા હતાં. પછી બંન્નેનું મુંડન પણ કરી નાખ્યું હતું. બાદમાં નાક કાન કાપી નાખ્યા હતાં.

પરિવાર દ્વારા ક્રૂરતાપૂર્વકની સજા આપવામાં આવી હતી.
પરિવાર દ્વારા ક્રૂરતાપૂર્વકની સજા આપવામાં આવી હતી.

દરિયા કાંઠે ફેંકી દેવાયા
પરિણીતા અને યુવકને આટલી ક્રૂરતા પૂર્વક માર મરાતા બંન્ને બેભાન થઈ ગયાં હતાં. જેથી બંન્નેને ઉપાડી એક કારમાં સોમનાથ દરિયા કાંઠે ફેંકી આવ્યાં હતાં. જ્યારે બંન્નેને હોશ આવ્યા ત્યારે યુવક સોમનાથ સ્થિત પોતાના સંબંધીની મદદથી જેતપુર આવી સારવાર માટે સરકારી હોસ્પીટલમાં દાખલ થયાં હતાં. જ્યાં બંન્નેની સારવાર બાદ તેમના સાસરિયા પક્ષના પતિ,જેઠ, જેઠાણી સહિત આઠથી દસ લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.