આડાસંબંધનો ગંભીર અંજામ:જસદણના ભાડલા ગામે પરિણીતાના આડા સંબંધનો ભાંડો ફૂટતા રોષે ભરાયેલા પતિએ પ્રેમી અને પરિવારજનો પર હિચકારી હુમલો કર્યો

જસદણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પરિણીતાના પતિ સહિત ત્રણ શખ્સ ધોકા, પાઈપ સાથે તૂટી પડ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામે પરિણીતાના આડા સંબંધનો ભાંડો ફૂટતા રોષે ભરાયેલા પતિએ ત્રણ શખ્સો સાથે પરિણીતાના પ્રેમી અને તેના પરિવારજનો પર ધોકા, પાઈ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પતિ સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ
આ બનાવ અંગેની જાણવા મળતિ વિગત મુજબ જસદણના કમળાપુર-મદાવા વિસ્તારમાં રહેતા વિજય ભીમજી મકવાણા (ઉ.વ.22)એ ભાડલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે લાલુ જીવા મકવાણા, જીવા મકવાણા, અને ધર્મેશ ઉર્ફ ધમો મકવાણાના નામ આપ્યા છે.

વીખોડીયા ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને આરોપી બાબુની પત્ની દિવ્યા સામે પ્રેમ સંબંધ હોય જેની જાણ તેના પતિને થઈ જતા ગઈકાલે રાત્રે આરોપીઓ ધોકા, પાઈપ પથ્થર સાથે ફરિયાદી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી ઉપરાંત તેના પિતા ભીમજીભાઈને ઈજા પહોંચી હતી. જ્યારે સાહેદ મીરાબેનના વાળ પકડી ઢસડી, મોઢા પર વીખોડીયા ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી
આ બનાવ અંગે ભાડલા પોલીસે ગુનો નોંધી આરોપી હુમલાખોરોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની તપાસ પી.એસ.આઈ. એચ.ડી. હિંગરોજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

( દિપક રવિયા, જસદણ)

અન્ય સમાચારો પણ છે...