તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Jasdan, Rajkot, The Wife Fell From The Bike And Left Her Husband, The Wife Committed Suicide, 181 Abhayam's Team Rescued The Woman

અજબ કિસ્સો:રાજકોટના જસદણમાં પત્ની બાઈક પરથી પડતા પતિ તરછોડીને જતો રહ્યો, પત્ની આપઘાત કરવા આગ્રેસર થઈ, 181 અભયમની ટીમે મહિલાને બચાવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા થોડા દિવસથી બીમાર હતી
  • 181ની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

વિવાદ હંમેશા નાનીસુની વાત પરથી જ થાય છે, પરંતુ આ વિવાદ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તેનું ઉદાહરણ રાજકોટ જિલ્લાના જસદણ ખાતે જોવા મળ્યું. જ્યાં બાઇક પરથી પત્ની બે વખત પડી જતા પતિએ અકળાઈ કહ્યું કે, હવે તું નથી જોઇતી કહીને રસ્તા વચ્ચે મૂકીને જતો રહ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વાતની જાણ ગોંડલ 181 અભયમને થતા તેમણે પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવી હતી.

મહિલા થોડા દિવસથી બીમાર હતી
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર જસદણ ગામમાં રહેતા એક મહિલા થોડા દિવસથી બીમાર હતી, છતાં પણ ડોકટર પાસે નિદાન અર્થે ગયા નહોતા. મહિલા જસદણમાં આવેલા કારખાનામાં તેમના તેમના પતિ સાથે નોકરી કરે છે અને નોકરી પુરી થયા બાદ પતિ-પત્ની બાઈક પર ઘરે જતા હતા એ દરમિયાન નબળાઈને કારણે મહિલા બાઈક પરથી પડી ગયા હતા, ત્યારે તેમના પતિએ ફરીથી તેમને બાઈક પર બેસાડ્યા હતા, આગળ જતા ફરી મહિલા પડી જતા તેના પતિ અકળાઈને બોલ્યા હતા કે,'મારે તું હવે જોઈએ જ નહીં, હવે પછી ઘરે ન આવતી' આટલું કહીને પતિ ચાલ્યા ગયા હતા. ત્યાં મહિલાના એક સંબંધી આવ્યા અને મહિલાને રસ્તા પર પડેલી જોઈને તુરંત તેને હોસ્પિટલ ખાતે નિદાન અર્થે લઈ ગયા હતા.

181ની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
હોસ્પિટલમાં નિદાન થયા બાદ મહિલાએ ઘરે પરત ન જવાની અને આપઘાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તેમના સંબંધીએ ગોંડલ ખાતે આવેલા 181 અભયમનો સંપર્ક કર્યો. જસદણ 181 અભયમના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી 181ની ટિમ સ્થળ પર પહોંચીને સમગ્ર વિગત મેળવી હતી, અને 181માં ફરજ બજાવનારા કાઉન્સેલર પ્રિયંકાબેન રાઠવાએ મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પરત ફરવા માટે સમજાવવામાં આવ્યા ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે તેમના લગ્ન સંબંધમાં ભાઇ-બહેનનું સામ સામુ લગ્ન કરેલ હોવાથી પોતે જો પિયર જાય તો પોતાના ભાઇનું લગ્નજીવન પણ ભાંગી પડે.આ કારણથી મહિલા ઘરે જતાં પણ અચકાતા હતા. જેથી 181ની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમને તેમના પિયરે લઈ જવામાં આવી

પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને પત્નીને ઘરે લઈ ગયો હતો
181 ની મહિલાને તેના પિયર લઈ ગયા બાદ મહિલાના પતિને પણ ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને માતા-પિતા, ભાઈ-ભાભી સહિત તમામ પરિવાર જનોની હાજરીમાં પતિને આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ક્યારેય પણ ન કરવા બાબતે ઠપકો પણ આપ્યો હતો. અને મહિલાની સારવાર કરાવવા તેમજ ધ્યાન રાખવા બાબતે પણ તેના પતિને સમજાવવામાં આવ્યો હતો. 181 અભયમની વાત માનીને પતિએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પોતાની પત્નીને ઘરે લઈ ગયો હતો