તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Jasdan, Farmers Protested The Agriculture Bill On The Occasion Of Holi, Cong Leaders Also Joined, Saying We Have Celebrated Holi With Three Black Laws

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદાની હોળી:જસદણમાં હોળીના પર્વ નિમિતે ખેડૂતોએ કૃષિ બિલનો વિરોધ કર્યો, કોંગી આગેવાનો પણ જોડાયા, કહ્યું - અમે ત્રણ કાળા કાયદાની હોળી કરી છે

જસદણ2 મહિનો પહેલા
  • ખેડૂતોને લાભદાયી થાય તેવા બિલ લાવવામાં આવે

જસદણના વિછીયા તાલુકાના મોઢુકા ગામ મુકામે વિછીયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં કાળા કાયદાની હોળી દહન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગી આગેવાનો પણ જોડાયા હતા જેમણે કેન્દ્રની સરકારમાં પસાર થયેલા કૃષિ બિલ અંગે વિરોધ દર્શવાયો હતો.

ખેડૂતોને લાભદાયી થાય તેવા બિલ લાવવામાં આવે- સ્થાનિક ખેડૂત
આ અંગે કોંગી આગેવાને જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી બિલ કેન્સલ કરવું જોઈએ હાલ ખેડૂતો સાથે આ કાયદાથી અત્યાચાર આચરવામાં આવ્યો છે, તે ખુબ જ ગંભીર બાબત છે. અમે આજે આ કાયદાની હોળી કરીને રજૂઆત કરી છે કે, ખેડૂતોને લાભદાયી બિલ લાવવામાં આવે. નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનો સામનો કરવો પડશે.

આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન - સ્થાનિક ખેડૂત
આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન - સ્થાનિક ખેડૂત

આવી સરકારની કોઈ ખેડૂતને જરૂર નથી - ખેડૂત સેવા સંગઠન, સ્થાપક
આ તકે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો દિન-પ્રતિદિન આત્મહત્યા કરી રહ્યા છે અને દેવાદાર પણ બની રહ્યા છે. છતાં પણ આ બહેરી મૂંગી સરકાર ખેડૂતોની એક પણ વાત સાંભળવા માટે તૈયાર નથી. તો આવી સરકારની કોઈ ખેડૂતને જરૂર નથી અને માત્રને માત્ર સરકાર ખેડૂત વિરોધી છે.

ત્રણ કાળા કાયદાની હોળી પ્રગટાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી હોળીના દિવસે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળની અંદર થઈ રહેલા ખેડૂત સાથેના અન્યાયના વિરોધમાં અને ત્રણ કાળા કાયદાના વિરોધમાં વિંછીયા તાલુકાની અંદર ત્રણ કાળા કાયદાની હોળી પ્રગટાવવામાં આવી હતી.જેમાં સરકાર વહેલામાં વહેલી તકે ત્રણ કાળા કાયદા પરત ખેંચે અને દરેક જણસીમાં એમએસપી ભાવ નક્કી થાય તેમજ દિલ્હી આંદોલનની અંદર શહીદ થયેલા તમામ ખેડૂતોને શહીદનો દરજ્જો આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ત્રણ કાળા કાયદાની હોળી પ્રગટાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો