સહિયારો પ્રયાસ:આટકોટ નજીકના જંગવડમાં સાધુ સમાજના સમૂહ લગ્નોત્સવમાં પાંચ દીકરીના પ્રભુતામાં પગલાં

આટકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારેશ્વર હનુમાનજીની જગ્યામાં લોકોએ સંપ અને સહકારથી આયોજનને સફળ બનાવ્યું

બિનજરૂરી અને ખોટા ખર્ચ અને દેખાડાથી દુર રહી પ્રસંગને ઉજવવાની પ્રણાલી ધીમે ધીમે સમાજમાં સ્વીકાર્ય બનતી રહી છે. સમૂહ લગ્નોત્સવનું દરેક સમાજ પોતપોતાની રીતે આયોજન કરતા હોય છે અને એ રીતે સમય, શક્તિ અને ખર્ચ તો બચે છે, સાથોસાથ બિનજરૂરી દોડાદોડી અટકે છે.

આટકોટ નજીકના જંગવડ ખાતે સાધુ સમાજના પહેલી જ વાર લગ્નોત્સવનું આયોજન ધારેશ્વર હનુમાનજીની જગ્યામાં કરવામાં આવ્યું હતું જેમાં સમાજની પાંચ દીકરીએ પ્રભુતામાં પગલાં પાડી સહજીવન સફર શરૂ કરી હતી. નવદંપતીને આશીર્વાદ આપવા સાધુ સંતોએ હાજરી આપી હતી.

આ પાવન પ્રસંગે આપાગીગાનો ઓટલો ચોટીલાના મંહત નરેન્દ્રબાપુ, ગઢડીયાજામ બિલેશ્વર મહાદેવ મંદિરના શકિત સ્વરૂપ માવુ મા. ભાયાસથી વશિષ્ઠનાથ બાપુ, ગળકોટડી રામાપીર મંદિરના મંહત મહેશનાથ બાપુ, ગરણી જગ્યાના મંહત રસીકદાસ બાપુ, શાસ્ત્રી આશિષભાઈ ભટ્ટ વગેરેએ હાજરી આપી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન રમણનાથ બાપુ અને સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. જે આયોજનમાં જંગવડના ગામજનોએ સંપ અને સહકારના દર્શન કરાવ્યા હતા. દીકરીઓએ દાતાઓના સહયોગથી 100થી વધારે વસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો હતો અને 1150થી વધુ સ્વયંસેવકોએ નિસ્વાર્થભાવે સેવા આપી લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...