• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Jamkandora, A Young Man Driving A Cow On The Road Was Stopped By 3 Persons, Banned And Threatened To Kill Himself While Protesting.

લુખ્ખા તત્વોનો આતંક:જામકંડોરણામાં ગાયને રસ્તા પર ચલાવતા યુવાનને 3 શખ્સોએ અટકાવી, મનાઈ ફરમાવી, વિરોધ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી મારકૂટ કરી

જામકંડોરણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ઈજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, ફરિયાદ દાખલ

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જ્યાં ગૌશાળાએથી ગાય સાથે રસ્તા પર ચાલીને જતા યુવાનને 3 શખ્સોએ રસ્તા પર ચાલવાની મનાઈ ફરમાવી હતી.આ મુદ્દે યુવાને વિરોધ કરતા આવારા તત્વો દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવક સાથે મારકૂટ કરી હતી. હાલ ઈજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી જામકંડોરણા પોલીસ મથકમાં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

મારકુટ અને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ
જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતા કાંતિભાઈ ચનાભાઈ બાબરીયા યુવાને પોલીસ ફરિયાદમાં ગામના જ ભીમજીભાઈ જેઠાભાઈ સોલંકી,જયેશ ભીમજીભાઈ સોલંકી અને સંજય ઉર્ફે ચંદુ કાળા સોલંકીનું નામ આપતા મારકુટ અને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી
કાંતિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ખેતમજૂરી કરું છું.હું ગૌશાળાએથી ગાય લઈને જતો હતો ત્યારે ત્રણેય આરોપીઓએ ગાયને રસ્તા પર નહીં ચલાવવાની કહી માથાકૂટ કરી હતી. મેં આ બાબતનો વિરોધ કરતા મને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે જામકંડોરણા પોલીસ સ્ટાફે ફરિયાદ નોંધી ત્રણેય સામે કાર્યવાહી કરી હતી.