તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જાગનાથમાં મહિલા કૂટણખાનું ચલાવતી, પુત્ર ગ્રાહક શોધી લાવતો, ત્રણ ઝડપાયા

રાજકોટએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રાહક પાસેથી મહિલા રૂ.1500 વસૂલી યુવતીને રૂ.500 આપતી, અન્ય એક શખ્સની શોધખોળ

શહેરના પોષ વિસ્તાર જાગનાથ પ્લોટમાં આવેલા વિણા એપાર્ટમેન્ટમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. મહિલા સંચાલિત કૂટણખાનામાં તેનો પુત્ર જ ગ્રાહક શોધી લાવતો હતો, પોલીસે માતા પુત્ર અને ગ્રાહક સહિત ત્રણને ઝડપી લીધા હતા, ભાડાના ફ્લેટમાં સિક્કીમ અને બેંગ્લોરની યુવતી પાસે લોહીનો વેપાર કરાવવામાં આવતો હતો.

જાગનાથ પ્લોટ શેરી નં.15માં આવેલા વિણા એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતી રીટા ચિન્નોઇ ઉર્ફે દીપક પટણી (ઉ.વ.38) પોતાના ફ્લેટમાં બહારથી યુવતીઓને બોલાવીને કૂટણખાનું ચલાવતી હોવાની માહિતી મળતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડા અને પીએસઆઇ કે.ડી.પટેલ સહિતની ટીમ ખાબકી હતી. પોલીસ પહોંચી ત્યારે કોઠારિયા રોડ પરની કેદારનાથ સોસાયટીમાં રહેતો મિતુલ રમેશ વિરાણી (ઉ.વ.26) ગ્રાહક તરીકે યુવતીઓ સાથે રંગરેલીયા કરતા ઝડપાયો હતો.

પોલીસે રીટા તેના પુત્ર ધવલ પટણી (ઉ.વ.19) અને ગ્રાહક મિતુલ રમેશ વિરાણીની અટકાયત કરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, રીટાએ એક મહિનાથી ફ્લેટ ભાડે રાખ્યો હતો અને સિક્કીમ તથા બેંગ્લોરની યુવતીને ફ્લેટમાં રાખી તેની પાસે લોહિનો વેપાર કરાવતી હતી, રીટાનો પુત્ર ધવલ અને તેનો મિત્ર સંજય ઉર્ફે હિરેન પટેલ ગ્રાહકોને શોધી લાવતા હતા. રીટા ગ્રાહક પાસેથી રૂ.1500 વસુલતી હતી અને યુવતીઓને ગ્રાહકદીઠ રૂ.500 આપતી હતી. પોલીસે રોકડ અને ફોન સહિત કુલ રૂ.22800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સંજય ઉર્ફે હિરેન પટેલની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...