તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી સાવજની પજવણી:જાફરાબાદમાં સિંહણ અને સિંહબાળ પાછળ કાર દોડાવી તેની પજવણી કરાઇ હોવાનો વીડિયો વાયરલ

અમરેલી4 મહિનો પહેલા
સિંહ પરિવાર પાછળ કાર દોડાવી પજવણી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. - Divya Bhaskar
સિંહ પરિવાર પાછળ કાર દોડાવી પજવણી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

જાફરાબાદમાં સિંહણ અને સિંહબાળની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સિંહણ, એક સિંહ અને ત્રણ સિંહબાળ સાથે પરિવાર રોડ ક્રોસ કરતો હતો તેવા સમયે એક કારમાં કેટલાક લોકો પરિવાર સાથે પસાર થયા હતા. આ લોકોએ કારને સિંહ પરિવાર પાછળ દોડાવી હતી અને વીડિયોમાં આ લોકો એમ કહેતા પણ સંભળાય છે કે અંદર જવા દયો સિંહો રોડ નીચે ઉતરે છે ત્યાં પણ તેમની પાછળ કાર દોડાવો.

સમગ્ર ઘટના સોશ્યલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયોને લઈને પાલિતાણા શેત્રુંજી ડીવીઝન ડી.સી.એફ. દ્વારા તપાસના આદેશ આપયા છે. આ વીડિયો જાફરાબાદ તાલુકાના સીંટેક્ષ કંપની નજીક આવેલ હાઇવે રોડ લુણસાપુર ગામ નજીકનો હોવાનું વનવિભાગનું અનુમાન છે. વીડિયો ઉતારનાર અને સિંહ દર્શન કરનારા આવા તત્વો સુધી પહોંચવા વનવિભાગે કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો