તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી:હોળીમાં છાણા, ઘી, કપૂર, નવ ઔષધિઓના ઉપયોગથી બીમારીને નિયંત્રણ કરી શકાય છે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છાણાની હોળી કરવાથી ભરપૂર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે

હોળીનો તહેવાર આ વર્ષે કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને જ મનાવવાનો છે. સરકારે ઓછા લોકો સાથે હોળીનો પર્વ ધાર્મિક રીતે મનાવવાની છૂટ આપી છે જ્યારે ધુળેટીનો તહેવાર મનાવવાની મનાઈ ફરમાવી છે ત્યારે રાષ્ટ્રીય કામધેનુ આયોગ, રાજકોટ એનિમલ હેલ્પલાઈન દ્વારા લોકોને વૈદિક હોળી મનાવવા અપીલ કરી છે. હોળીમાં છાણા, ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓના ઉપયોગથી વાતાવરણમાં બીમારીને નિયંત્રણ કરી શકાય છે. ગાયના છાણાની હોળી કરવાથી ભરપૂર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને પ્રદૂષણનું પ્રમાણ ઘટશે. કોરોના ગાઈડલાઈન તથા સોશિયલ ડિસ્ટન્સ રાખી, સરકારી નિયમોનું પૂરતું પાલન કરી, માસ્ક પહેરીને વૈદિક હોળી ઉજવવા કામધેનુ આયોગે અનુરોધ કર્યો છે.

વૈદિક હોળી કરવાથી આટલા ફાયદા થશે
હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન વાઈરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કરીને આ સમય દરમિયાન બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઈ૨સને નિયંત્રણ કરી શકાય છે. ‘વૈદિક’ હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે.

ગાયનું ગોબર ચામડીને નુકસાન ન કરે
ગાયના ગોબરનો બારિકાઈથી ભૂક્કો કરી તેમાં પ્રાકૃતિક અને અન્ય કલર મિશ્રણ કરી કલર બનાવવામાં આવ્યા છે.આ કલરના ઉપયોગથી માણસના શરીર કે ચામડીને એક પણ પ્રકારનો રોગ થાય નહીં તે હેતુથી ગાયના ગોબરમાંથી કલર પણ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ ગૌશાળાને એક સાથે ઓનલાઇન વેબિનાર યોજી કલર કેવી રીતે બનાવવા જેથી નુકસાન ન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પશુપાલકોને લાભ થાય તેવો પ્રયત્ન છે
કામધેનુ આયોગના મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશ અને વિશ્વમાં જ્યાં જ્યાં હોળી અને ધુળેટીનો તહેવાર ઉજવાતો હોય છે ત્યાં અમે એક એવો પ્રયત્ન કર્યો છે કે, વૈદિક હોળી ઉજવાય. ગાયને આપણે કામધેનુ કહીએ છીએ. તેના પંચગવ્યથી દેશના અર્થકારણની કાયાપલટ બદલી શકે છે. ગોબર જે વેસ્ટમાં જાય છે તેનું પણ મૂલ્ય ખેડૂતો અને પશુપાલકોને મળે અને ખાસ કરીને ગૌશાળા-પાંજરાપોળને મળે તવો પ્રયત્ન કર્યો છે. ગોબરમાં લક્ષ્મીજીનો નિવાસ છે તે પણ લોકોમાં સમજાવાનો પ્રયત્ન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો