તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંગી દંડ:ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી માત્ર 4 દિવસમાં જ 3.63 કરોડનો દંડ વસૂલાયો

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચારેય મહાનગરમાં માસ્કના 9,15,725 કેસ કરીને લોકો પાસેથી 49,46,86,300 દંડ પેટે વસૂલી લીધા છે. - Divya Bhaskar
ચારેય મહાનગરમાં માસ્કના 9,15,725 કેસ કરીને લોકો પાસેથી 49,46,86,300 દંડ પેટે વસૂલી લીધા છે.
  • 4 શહેરોમાં કોરોના કેસ 1.28 લાખ, 9.15 લાખ લોકો પાસેથી 49.46 કરોડનો દંડ

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો, રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાના 1.28 લાખ કેસ નોંધાયા છે, કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે હાલમાં માસ્ક જ વેક્સિન છે, સરકારે પણ માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો, અને ચાર મહાનગરમાં અત્યાર સુધીમાં 9.15 લાખ લોકો પાસેથી પોલીસે માસ્કના દંડ પેટે રૂ.49.46 કરોડ વસૂલ્યા છે. કોરોના વાઇરસ કરતા દંડનો ચેપ વધુ ફેલાયાનું ચિત્ર ઉપસ્યું છે. છેલ્લા અમુક દિવસોની જ વાત કરીએ તો 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં 3.63 કરોડ રૂપિયાનો દંડ કરાયો છે અને 36510 લોકો માસ્ક વગર પકડાયા છે.

કોરોના કહેર વર્તાવી રહ્યો હતો અને વેક્સિન માટે વિશ્વભરમાં સંશોધન થઇ રહ્યા હતા ત્યારે માસ્ક જ વેક્સિન સાબિત થઇ રહ્યું હતું. કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકો માસ્ક પહેરે તેવી અનેક અપીલ કરવામાં આવી રહી હતી અને અપીલ કારગત નહીં નીવડતા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું અને માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી કરી દંડ વસૂલવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. ચારેય મહાનગરમાં માસ્કના 9,15,725 કેસ કરીને લોકો પાસેથી 49,46,86,300 દંડ પેટે વસૂલી લીધા છે. રાજ્યમાં ઠેરઠેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

શહેરદીઠ કેસ અને દંડની રકમ

શહેરકોરોનાના કેસમાસ્કના કેસદંડની રકમ
અમદાવાદ552293,94,44026,45,94,300
સુરત375681,77,8827,58,94,700
વડોદરા217501,12,10211,21,02000
રાજકોટ139932,31,30114,20,95,300

દરમિયાન પોલીસે આ કાર્યવાહી કરી

દંડની વસૂલાત3.63 કરોડ
માસ્ક વગર પકડાયા36510
જાહેરનામા ભંગ1763
કર્ફ્યૂ ભંગ બદલ ધરપકડ2944
કર્ફ્યૂ ભંગમાં વાહન ડિટેન3117

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser