સાયબર ક્રાઇમ મોટું દૂષણ:ગુજરાતમાં સાડાત્રણ વર્ષમાં 10,881 લોકો ફ્રોડનો શિકાર બન્યા, 9 પ્રકારના ફ્રોડથી ફસાવે છે, SAVE કરીને SHARE કરો ફ્રોડથી અચૂક બચી જશો

રાજકોટ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • મોડી ફરિયાદ નોંધાતાં આરોપીને પુરાવા નષ્ટ કરવાનો મોકો મળી જાય છે
  • રાજકોટ સાયબર ક્રાઇમે લોકો ત્વરિત ફરિયાદ નોંધાવે એવી અપીલ કરી

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શહેર, રાજ્ય અને દેશ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પણ સાથે સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્જેક્શન જોખમરૂપ બન્યું છે. સાયબર ક્રાઇમના ગુનામાં દિવસેને દિવસે વધારો થતાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 2018થી 2022ના 2 મહિના સુધીમાં અધધ...10,881 લોકો નાણાકીય છેતરપિંડીનો શિકાર બની રૂ.28.08 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષમાં સાયબર ક્રાઇમની અરજીઓનો ઢગલો થયો છે. રોજ 10થી 12 અરજી આવી રહી છે.

સાયબર ક્રાઇમ કોને કહેવાય?
કોમ્પ્યુટર, નેટવર્ક અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગથી કોઈપણ વ્યક્તિને નુકસાન કરવાના ઇરાદે કોઈ ગુનો કરે તેને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધમકી, નાણાંકીય ફ્રોડ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાનો સમાવેશ સાયબર ક્રાઇમમાં થાય છે. હાલના સમયે સોશિયલ હેરેસમેન્ટ અને નાણાંકીય ફ્રોડના બનાવ વધુ બનતા હોય છે જેને અટકાવવા ખૂબ જ જરૂરી છે.

સાયબર ક્રાઈમમાં ફ્રોડના મુખ્ય 9 પ્રકાર, કઈ રીતે જાળમાં ફસાવે અને કેવી રીતે બચી શકાય