ક્રાઇમ:ગોંડલની ST બસમાં પેસેન્જરનું ધ્યાન બિનવારસી બેગ પર પડ્યું, કંડકટરને જાણ કરી બેગ ખોલતા વિદેશી દારૂ મળી આવ્યો,પોલીસ તપાસ શરુ

ગોંડલ5 મહિનો પહેલા
  • બગસરા - રાજકોટ રૂટની બસમાંથી દારૂની બોટલ ભરેલી બેગ મળી આવી

ગોંડલમાં આજે બગસરા-રાજકોટ રૂટની બસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યાં ગોંડલથી બસ રાજકોટ જવા નીકળી હતી ત્યારે કોલેજ ચોકના બસસ્ટોપ પાસે પેસેન્જરના ધ્યાને બિનવારસી બેગ આવતા તેણે કંડકટરને જાણ કરી હતી. કંડકટરે બેગ ખોલતા તેમાંથી વિદેશી દારૂ ભરેલી બોટલો મળી હતી. તેથી કંડકટર અને ડ્રાઈવર દ્વારા ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા તુરંત સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલ આ બિનવારસી બેગની તપાસ શરુ કરી છે.

હાલ ગોંડલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
આ સમગ્ર બનાવ અંગે ગોંડલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગોંડલમાં હવે પોલીસના ખૌફ વગર બૂટલેગરો બેરોકટોક વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં હોવાના બનાવો વાંરવાર બની રહ્યા છે. આજથી 4 મહિના પહેલા રાજકોટના કુવાડવા હાઇવે પર નવાગામ પાસેથી પાઇલટિંગ સાથે વિદેશી દારૂ ભરેલો બોલેરો નીકળવાની હોવાની કુવાડવા રોડ પોલીસને માહિતી મળી હતી.

શરાબનો જથ્થો ગોંડલ તરફ લઇ જતો હોવાની કેફિયત
આ માહિતીના આધારે 4 માસ પહેલા પોલીસે નવાગામ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક એક્ટિવા પસાર થતા તેને અટકાવ્યું હતું અને તેની પાછળ આસુરેન્દ્રનગર પાસિંગના બોલેરોને અટકાવી હતી. અને બોલેરોની તલાશી લેતા પાછળના ભાગેથી રૂ.4.99 લાખના કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1056 બોટલ મળી આવી હતી.આ અંગે આરોપીએ જણાવ્યું કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો પોલીસની નજરથી બચવા માટે તે એક્ટિવા પર પાઇલટિંગ કરી શરાબનો જથ્થો ગોંડલ તરફ લઇ જતો હોવાની કેફિયત આપી છે. હાલ જેલમાં કેદ છે.

(પિન્ટુ ભોજાણી અને હિમાંશુ પુરોહિત, ગોંડલ)