બળાત્કાર:પત્ની રિસામણે જતા ગોંડલના લુણીવાવ ગામમાં ખેતમજૂરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • સગીરાના પરિવારને જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારની સગીરાને મહારાષ્ટ્રના જાણીતા શખ્સે લગ્નની લાલચ આપી મેંદરડા ભગાડી લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આથી સગીરાના પરિવારે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખસની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ શખસની પત્ની રિસામણે જતા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.

સગીરાનો પરિવાર પણ મહારાષ્ટ્રનો અને ખેતમજૂરી કરે છે
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે છેલ્લા બે વર્ષથી ખેત મજૂરી કામ કરી રહેલા મહારાષ્ટ્રીયન પરિવારની સગીર વયની પુત્રીને પરિણીત અર્જુન ભરતભાઈ ઠાકરે લગ્નની લાલચ આપી મેંદરડા તાલુકાના બરવાળા ગામે લઇ જઇ ઝુપડીમાં રાખી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગેની સગીરાના પરિવારને જાણ થતા પરિવાર દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

પોલીસે ગુનો નોંધી અર્જુનની શોધખોળ હાથ ધરી
અર્જુન મહારાષ્ટ્રના ધરાવીપુર જિલ્લાના નંદુરબારનો વતની છે અને છેલ્લા ઘણા સમયથી ગોંડલના લુણીવાવ ગામે ખેત મજૂરી કરી રહ્યો છે. પત્ની રિસામણે જતી રહેતા ખેતમજૂરી કરી રહેલા મહારાષ્ટ્રના જ એક પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે IPC કલમ 376, 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...