બળાત્કાર:ગોંડલના ચોરડીમાં યુવતીને લગ્નની લાલચ આપી ગામના જ શખસે ગેસ્ટહાઉસમાં અનેકવાર દુષ્કર્મ આચર્યું

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગોંડલ અને જેતપુરના ગેસ્ટહાઉસમાં મરજી વિરૂદ્ધ શરીર સંબંધો બાંધ્યા

ગોંડલ તાલુકાના ચોરડીમાં રહેતી યુવતીને ગામના જ શખસે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોંડલ, જેતપુરનાં જુદા જુદા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ આ શખસે અનેકવખત મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ચોરડી ગામમાં જ રહેતા કૈલાશ ભીમજીભાઇ દાફડા લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવતા પોલીસે કૈલાશ દાફડા વિરૂદ્ધ IPC કલમ 376 (2) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કૈલાશે અનેકવાર મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કૈલાશ દાફડા ગોંડલમાં આવેલા અમૃત ગેસ્ટ હાઉસ અને જેતપુરમાં આવેલા આશીર્વાદ ગેસ્ટહાઉસમાં અનેક વખત લઈ ગયો હતો. ગેસ્ટહાઉસમાં જબરજસ્તીથી મારી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...